શોધખોળ કરો

Rain Update: દેશના આ રાજ્યોમાં વરસાદ બન્યો આફત, ચંપાવતમાં 400 લોકોનું રેસ્ક્યુ તો કાજીરંગા તણાયા પશુ

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વરસાદ નહિવત વરસી રહ્યો છે, જ્યારે અસમ, મહારાષ્ટ્રમાં બારમેઘ ખાંગા થયા છે. વરસાદ અહીં આફત રૂપ બન્યો છે.

Rain  Update:મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઇમાં વરસાદ આફતરૂપ બન્યો છે. માયાનગરી મુંબઈમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ છે.  નવી મુંબઈ, ઠાણે, પાલઘર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહીને પગલે મુંબઈ નજીકના થાણે અને નવી મુંબઈમાં સ્કૂલોમાં રજા  જાહેર કરાઈ છે. ભારે વરસાદથી મુંબઈમાં વિમાની સેવાને અસર થઇ છે.  મુંબઈ આવતી કેટલીક ફ્લાઈટોને સોમવારે ડાયવર્ટ કરાઇ હતી. તો 50થી વધુ ફ્લાઈટોને  રદ કરવામાં આવી છે.

ભારે વરસાદ બાદ મુંબઈમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.  સોમવારે બાંદ્રા ખેરવાડીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ભારે વરસાદને લીધે વાહનોની લાંબી કતારો લાગી છે.ભારે વરસાદની વચ્ચે મુંબઈમાં મરીન ડ્રાઈવ પર ઊંચા ઊંચા મોજા ઉછળ્યા. લોકોને હાલ દરિયાકાંઠેથી દુર રહેવાની સૂચના આપવામાં આવી છે.મુંબઈના મરીન ડ્રાઈવ આસપાસ સુરક્ષા વધારવામાં આવી છે.. ભારે વરસાદ અને ખરાબ વાતાવરણને લીધે દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. દરિયાકાંઠે કોસ્ટ ગાર્ડને તૈનાત કરવામાં આવ્યાં છે, મુંબઈમાં મુશળધાર વરસાદથી ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ.. પાણીના નિકાલ માટે લગાવવામાં આવેલ બીએમસીના પમ્પિંગ સેટ પણ  ફેઈલ થયા. કર્મચારીઓ ખુદ રસ્તા પર ઉતરી કરી રહ્યા છે અને  પાણી નિકાલની કામગીરી કરી રહ્યાં છે.

દેશના અન્ય રાજ્યોની વરસાદની વાત કરીએ તો અસમના કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાગમાં ભારે વરસાદથી જાનવરોને મુશ્કેલી પડી રહી છે.  અહીં પુરના પાણીમાં તણાતા જોવા મળ્યાં  હતા. છ ગેંડા સહિત 100 હરણના મોત નિપજ્યાં છે. પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે અધિકારીઓ ઘટનાસ્થળે પહોચ્યાં છે.

બિહાર, મધ્ય પ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી છે. તો યુપી, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં મધ્યમ વરસાદનું એલર્ટ  અપાયું છે.ચંપાવતમાં આફત બનીને વરસી રહેલા વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઇ છે.  દેવપુરા ગામમાંથી એનડીઆરએફની ટીમે 400 લોકોનું કર્યુ રેસ્ક્યુ કર્યું છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને રાહત શિબિરમાં મોકલવામાં આવી રહ્યા છે.

બિહારના સુપૌલમાં કોસી નદીનું જળસ્તર વધતા કાંઠા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.  અહીં જીવ જોખમમાં મુકી લોકો પ્રવાસ કરી રહ્યાં છે. પૂરના પાણીથી કેટલાક ગામડાનો સંપર્ક પણ  તૂટી ગયો છે.  છેલ્લા એક અઠવાડીયાથી વરસી રહેલા વરસાદથી ઉત્તરાખંડમાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.  વરસાદ અને ભુસ્ખલનથી 150થી વધુ રસ્તાઓ બંધ થયા છે. કેટલાક વિસ્તારોમાં વીજપૂરવઠો ખોરવાયો છે.

ઉત્તરાખંડના કમાઉમાં આફત બનીને વરસાદ વરસી રહ્યો છે. ઉધમસિંહનગર જિલ્લામાં સ્કૂલ અને આંગણવાડી કેન્દ્રોને બંધ કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે.  કેટલાક વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવાની  સૂચના અપાઇ છે.

વરસેલા ધોધમાર વરસાદથી કર્ણાટકનું ઉડુપી શહેર પણ  પાણી પાણી થઇ ગયું છે.  કરમબલી, મુડનિદામ્બુર અને કોડાવુર જેવા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદને પગલે તમામ સ્કૂલ, કોલેજોમાં રજા જાહેર કરાઈ  છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Mumbai Politics: તાજ હોટલ બની કિલ્લો! 29 કોર્પોરેટરો અંડરગ્રાઉન્ડ, શું મુંબઈમાં ફરી મોટો ઉલટફેર થશે?
Mumbai Politics: તાજ હોટલ બની કિલ્લો! 29 કોર્પોરેટરો અંડરગ્રાઉન્ડ, શું મુંબઈમાં ફરી મોટો ઉલટફેર થશે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Embed widget