Ideas of India Summit 2023: રેસલર વિનેશ ફોગાટે કહ્યું, આ કહેતા ઘણા વર્ષો લાગ્યા
Ideas of India 2023: : abpના આડિયાઝ ઓફ સમિટની બીજું એડિશન 24 ફેબ્રુઆરીથી મુંબઇમાં શરૂ થશે. જેમાં તમામ હસ્તી પ્રાસંગિક વિષય પર પોતાના વિચારો રજૂ કરશે.
Background
Ideas of India 2023: abpના આડિયાઝ ઓફ સમિટની બીજું એડિશન 24 ફેબ્રુઆરીથી મુંબઇમાં શરૂ થશે. જેમાં તમામ હસ્તી પ્રાસંગિક વિષય પર પોતાના વિચારો રજૂ કરશે.
જેમાં 60 થી વધુ વક્તાઓ ભાગ લેશે
ABP Ideas of India 2023 માં 40 સત્રો હશે જેમાં 60 થી વધુ વક્તાઓ ભાગ લેશે. જેઓ નવા ભારત વિશે પોતાના વિચારો શેર કરશે.
'અમારી પાસે કુસ્તી સિવાય કંઈ નથી', વિનેશ ફોગાટ
વિનેશ ફોગાટે એબીપીના મંચ પર કહ્યું કે અમે શિક્ષણ કરતાં કુસ્તી પર વધુ ધ્યાન આપ્યું છે. અવાજ ઉઠાવતા પહેલા, કુસ્તી છીનવાઈ જશે તેવો ભય ઘણો હતો, કારણ કે અમે એવા સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ કે અમારા કુટુંબનું નામ કુસ્તી પરથી પડ્યું છે અને રહેવા માટે જે સારી સુવિધાઓ જોઈએ તે તેમાથી મળી છે. હવે જો તે કુસ્તી ખતમ થઈ જશે, તો તે વસ્તુએ જાતીય ગેરવર્તણૂક પર અવાજ ઉઠાવતા ઘણી રોકી હતી, પરંતુ એક ડર હોય છે અને હું કહું છું કે તેની પણ એક મર્યાદા છે અને અમે તે મર્યાદા ઓળંગી હતી. અમે ઘણી યાતનાઓ સહન કરી છે અને મેં અંગત રીતે ઘણું સહન કર્યું છે કારણ કે જ્યારે પણ કઈંક ખોટું થાય છે તો હું બોલું છું. તેમણે કહ્યું કે આ બોલવાની આદતે મારે 4-5 વર્ષ સુધી સહન કરવું પડ્યું.
દિલ્હી MCD સદનમાં થયેલી લડાઈ જાણો શું કહ્યું સીએમ કેજરીવાલે
સીએમ કેજરીવાલે એમસીડીના મુદ્દે એબીપીના પ્લેટફોર્મ પર કહ્યું કે આ લોકોએ 15 વર્ષ સુધી શાસન કર્યું. તેમણે કહ્યું કે અમેરિકામાં ટ્રમ્પ ચૂંટણી હારી ગયા ત્યારે જેવી સ્થિતિ થઈ હતી તેવી અહીં થઈ ગઈ છે. તેઓએ વ્હાઇટ હાઉસને ઘેરીને કહ્યું કે હું ચૂંટણીમાં માનતો નથી, તેમને બહુ મુશ્કેલીથી બહાર કાઢવા પડ્યા હતા. તેઓએ એ આવા જ હાલત અહીં કર્યા છે. ખુરશી છોડવા માંગતા નથી. તેમણે કહ્યું કે લોકશાહીમાં આ ગુંડાગીરી સારી નથી. સીએમ કેજરીવાલે કહ્યું કે તમને 15 વર્ષ માટે તક આપવામાં આવી હતી. તમે સારું કામ કર્યું છે કે ખરાબ, આ જનતા નક્કી કરશે. લોકોએ પરિવર્તન લાવ્યા અને અમને તક આપી. તમે અમારા કામમાં અડચણો કેમ ઉભી કરો છો?





















