શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
PM મોદીએ કોરોનાને લઈને બેદરકારી રાખી રહેલા લોકો મુદ્દે શું કહ્યું? જાણો વિગત
આજ જ્યારે આપણે વધુ સતર્ક રહેવાની જરૂર છે, ત્યારે લાપરવાહી વધારી બહુ જ ચિંતાની વાત છે.
નવી દિલ્લીઃ અત્યાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરી રહ્યા છે. તેઓ હાલ કોરોના મહામારી મુદ્દે વાત કરી રહ્યા છે. તેમણે પોતોના સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, કોરોનાના સંકટકાળમાં ભારતની સ્થિતિ ખૂબ સારી છે, પરંતુ આજ જ્યારે આપણે વધુ સતર્ક રહેવાની જરૂર છે, ત્યારે લાપરવાહી વધારી બહુ જ ચિંતાની વાત છે. હવે આપણે અનલોક-2માં પ્રવેશ કરી રહ્યા છીએ.
તેમણે ઉમેર્યું હતું કે, આ સમયે જેઓ લાપરવાહી રાખી રહ્યા છે, તેઓ સમજતા નથી કે તેઓ કોરોના સામેની લડાઇને નબળી પાડી રહ્યા છએ. આવા લોકોને લાપરવાહી રાખતા રોકવા પડશે અને નિયમોનું પાલન કરવું પડશે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામારી સામે લડતા લડતા આપણે અનલોક-2માં પ્રવેશ કરી રહ્યા છીએ અને આપણે એવી ઋતુમાં પ્રવેશ કરી રહ્યા છે, જેમાં તાવ-શરદી-ખાંસીના કેસો વધે છે. જો કોરોનાથી થનારા મૃત્યુદરને જોઇએ તો દુનિયાના અનેક દેશોની સરખામણીમાં ભારતની સ્થિતિ કંટ્રોલમાં છે. સમય પર કરાયેલા લોકડાઉન અને અન્ય નિર્ણયોએ ભારતના લાખો લોકોનો જીવ બચાવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion