Rain Update: સૌરાષ્ટ્રમાં સહિત આ વિસ્તારમાં મેઘરાજાની જમાવટ, જાણો છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં કેટલો વરસ્યો વરસાદ
Rain Update:હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારમાં સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજ અને કાલ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે
Rain Update:હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારમાં સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજ અને કાલ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે
છેલ્લા બેથી ત્રણ દિવસથી રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ કચ્છ ઉત્તર મધ્ય સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ધીરે ધીરે ઘટશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો એક નજર આંકડા પર કરીએ.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 104 તાલુકામાં નોંધાયો વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ભાવનગરના શિહોરમાં સવા પાંચ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ભાવનગરના ઉમરાળામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સવા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં છોટા ઉદેપુરના બોડેલીમાં ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણા, કામરેજમાં અઢી ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં છોટા ઉદેપુરના ક્વાંટમાં અઢી ઈંચ વરસાદ
- બારડોલી, વ્યારામાં નોંધાયો અઢી અઢી ઈંચ વરસાદ
- ઉચ્છલ, સોનગઢ, માંડવીમાં સવા બે ઈંચ વરસાદ
- ઓલપાડ, જાંબુઘોડામાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ
- ખાનપુર, ઉમરગામ, ચોર્યાસીમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
- નસવાડી, સુરત શહેરમાં વરસ્યો સવા ઈંચ વરસાદ
- જલાલપોર, કુકરમુંડા, નવસારીમાં વરસ્યો એક એક ઈંચ વરસાદ
- વલસાડ, ભરૂચ, સુબીરમાં વરસ્યો એક એક ઈંચ વરસાદ
- વાપી, તળાજા, મહુવા, પારડીમાં પોણો પોણો ઈંચ વરસાદ
- સુત્રાપાડા, છોટા ઉદેપુર, નેત્રંગ, આહવામાં અડધો અડધો ઈંચ વરસાદ
વરસાદથી ઉત્તર ભારતમાં તબાહી, ઉત્તરાખંડ, બિહાર સહિત આ રાજ્યોમાં ક્યારે થશે વરસાદ ? જાણો હવામાન વિભાગનું અપડેટ
ભારતમાં ચોમાસાએ હાહાકાર મચાવ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે અને અત્યાર સુધીમાં અનેક મકાનો, વાહનો અને લોકો તણાયા છે. હવામાન વિભાગ (IMD)એ વરસાદને લઈને અપડેટ જાહેર કર્યું છે.ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 11 અને 12 જુલાઈએ ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. આ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 11 જુલાઈએ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, બિહાર, આસામ, મેઘાલય, સિક્કિમમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.આ સિવાય ઓડિશા, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરા, ગુજરાત, ગોવા, રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ છે.