શોધખોળ કરો
Advertisement
Coronavirus: તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં 102 કેસ, કુલ સંક્રમિતની સંખ્યા 400ને પાર
તમિલનાડુમાં આજે 102 પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમાંથી 100 લોકોએ દિલ્હીમાં તબ્લીગી જમાત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાજ્યના કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 411 પર પહોંચી છે,
ચેન્નઈ: તમિલનાડુમાં આજે 102 પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમાંથી 100 લોકોએ દિલ્હીમાં તબ્લીગી જમાત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાજ્યના કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 411 પર પહોંચી છે, તેમાંથી 364 લોકોએ દિલ્હીની તબ્લીગી જમાત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાજ્યના આરોગ્ય સચિવ બીલા રાજેશે આ જાણકારી આપી હતી.
સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે કાલથી લઈને અત્યાર સુધીમાં 336 નવા કેસ સામે આવ્યા છે. તબ્લીગી જમાત સાથે જોડાયેલા 647 પોઝિટિવ કોરોના કેસ છેલ્લા બે દિવસમાં સામે આવ્યા છે. આ 14 રાજ્યોમાંથી સામે આવ્યા છે. આ તમામ કેસ દેશના અલગ અલગ રાજ્ય આંદામાન-નિકોબાર, આસામ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી, હિમાચલ, હરિયાણા, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશના છે.
કોરોના વાયરસનો કહેર દેશભરમાં યથાવત છે. કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 2600ને પાર પહોંચી છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત થયા છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કોરાના વાયરસની મહામારી વચ્ચે શુક્રવારે દેશવાસીઓને 11 મિનિટનો એક મેસેજ શેર કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, 5 એપ્રિલે આપણે સૌએ મળીને કોરોનાને પ્રકાશની શક્તિનો અનુભવ કરાવવનો છે. રાતે ઘરની તમામ લાઈટો બંધ કરીને બાલ્કનીમાં ઊભા રહીને નવ મિનિટ સુધી દીવો, મીણબત્તી, અથવા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલું કરજો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement