શોધખોળ કરો
Advertisement
Corona Virus: વુહાનથી 119 ભારતીયોને લઈ દિલ્હી પરત ફર્યુ વાયુસેનાનું વિશેષ વિમાન
ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 2700 લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે 80,000 તેનાથી પ્રભાવિત છે.
નવી દિલ્હીઃ કોરોનાના સંકટનો સામનો કરી રહેલા વુહાનથી 119 ભારતીયો અને અન્ય દેશના પાંચ નાગરિકોને લઈ ભારતીય વાયુસેનાનું વિમાન દિલ્હી પરત ફર્યુ છે. ચીન માટે 15 ટન રાહત સામગ્રી લઈને આ વિમાન ગઈકાલે રવાના થયું હતું. ભારત છેલ્લા 28 દિવસમાં કોરોના વાયરસથી પ્રભાવિત વિસ્તારોમાંથી 850 નાગરિકોને વિશેષ વિમાન દ્વારા સુરક્ષિત લઈ આવ્યું છે. ભારતે મિત્ર દેશોના 45થી વધારે નાગરિકોને પણ સુરક્ષિત કાઢ્યા છે.
કોરોનાના સંકટનો સામનો કરી રહેલા ચીન માટે મેડિકલ સાધનો તથા રાહત સામગ્રી લઈ ભારતીય વાયુસેનાનું C17 પ્લેન વુહાન પહોંચ્યું હતું. વિદેશમંત્રી એસ જયશંકરે રાહત સામગ્રીને ખેપને મુશ્કેલ સમયમાં ચીનના લોકો સાથે ભારત મજબૂતાઈથી ઉભું હોવાનું જણાવ્યું હતું.External Affairs Minister S Jaishankar: On its return from Wuhan, Indian Air Force flight has brought back 76 Indians & 36 nationals from 7 countries- Bangladesh, Myanmar, Maldives, China, South Africa, USA & Madagascar. Appreciate facilitation by Chinese Government. #Coronavirus pic.twitter.com/iUxfvK1Jwt
— ANI (@ANI) February 27, 2020
સી-17 ગ્લોબમાસ્ટર સૈન્ય વિમાન આશરે 15 ટન મેડિકલ સહાયતા લઈને ચીન પહોંચ્યું હતું. જેમાં માસ્ક, ગ્લોવ્ઝ અને અન્ય વસ્તુઓ હતી. ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 2700 લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે 80,000 તેનાથી પ્રભાવિત છે. મંદી છતાં ભારતમાં દર મહિને 3 નવા અબજપતિ ઉમેરાયા, મુકેશ અંબાણી સૌથી ધનિક, અમદાવાદમાં કેટલા છે અબજપતિ ? જાણો ભારતમાં ફોન બાદ સ્માર્ટ ટીવી સેગમેન્ટમાં પણ પ્રવેશ કરશે ચીનની વધુ એક કંપની, જાણો કેવા હશે ફીચર્સExternal Affairs Minister S Jaishankar:Air India flight landed in Delhi from Tokyo (Japan),carrying 119 Indians&5 nationals from Sri Lanka,Nepal,South Africa&Peru who were quarantined on board Diamond Princess ship due to #COVID19. Appreciate facilitation of Japanese authorities. pic.twitter.com/Wpyfi31TsB
— ANI (@ANI) February 27, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion