શોધખોળ કરો

જલ્લીકટ્ટુ બન્યો મોતનો ખેલ! આખલાએ 14 વર્ષના છોકરાને કચડી નાખ્યો, ઘટનાસ્થળે જ મોત

Tamil Nadu News: તમિલનાડુમાં જલ્લીકટ્ટુ ઈવેન્ટ દરમિયાન એક 14 વર્ષનો છોકરાને ઇજા પહોંચી હતી. તેને ડોક્ટરે મૃત જાહેર કર્યો છે.

Tamil Nadu News: તમિલનાડુમાં જલ્લીકટ્ટુ ઈવેન્ટ દરમિયાન એક 14 વર્ષના છોકરાને આખલાએ કચડી નાખ્યો. જે દરમિયાન તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. થડનગામ ગામમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોકુલ નામનો એક છોકરો તેના સંબંધીઓ સાથે જલ્લીકટ્ટુ જોવા ગયો હતો. અહીં એક આખલાએ તેના પેટ પર હુમલો કર્યો હતો જેના કારણે તેને ગંભીર ઇજા પહોંચી હતી. જેને પગલે તાત્કાલિક સારવાર અર્થે ગોકુલના પરિવારના સભ્યો તેને ધર્મપુરી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં ધર્મપુરી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ સીસીટીવી જપ્ત કરી વધુ તપાસ કરી રહી છે. ગોકુલ આ વર્ષે જલ્લીકટ્ટુ સંબંધિત મૃત્યુ પામનાર ચોથો વ્યક્તિ છે.

આ પહેલા જલ્લીકટ્ટુ ઈવેન્ટમાં 23 લોકો ઘાયલ થયા હતા

અગાઉ તમિલનાડુના અવનિયાપુરમ ગામમાં પોંગલના અવસર પર જલ્લીકટ્ટુ કાર્યક્રમ દરમિયાન ઓછામાં ઓછા 23 લોકો ઘાયલ થયા હતા. તમને જણાવી દઈએ કે, પોંગલ દરમિયાન તમિલનાડુમાં પશુઓની પૂજા કરવામાં આવે છે. આમાં જલ્લીકટ્ટુના નામથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જલ્લીકટ્ટુ એક ખતરનાક રમત છે. આ રમતમાં એક આખલાને ભીડની વચ્ચે છોડવામાં આવે છે. જલ્લીકટ્ટુની રમતમાં ખેલાડીઓએ મુક્ત આખલાને કાબૂમાં રાખવાનો હોય છે. આ રમતમાં ખેલાડીઓ આખલાને કાબૂમાં લેવા માટે ઉતરે છે અને આ રમત પોંગલના અવસર પર ઉજવવામાં આવે છે.જલ્લીકટ્ટુને એરુ થઝુવુથલ અને મનાકુવિરટ્ટુ તરીકે પણ ઓળખવામાં આવે છે.

વિજેતાઓને શું મળે છે?

આ રમતના વિજેતાઓને ટુ-વ્હીલર, કપડાં, ઘરેણાં અને પૈસા આપવામાં આવે છે, અને ઘણા યુવાનો પોંગલ તહેવાર દરમિયાન તમિલનાડુમાં વિવિધ સ્થળોએ જલ્લીકટ્ટુ ઇવેન્ટ્સમાં ભાગ લે છે.

આ પણ વાંચો:Gujarat election 2022: કોંગ્રેસની સભામાં આખલો ઘૂસ્યો, અશોક ગેહલોતે કહ્યું, લોકોને ડરાવવા ભાજપે કાવતરું રહ્યું

Gujarat assembly election 2022: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મહેસાણામાં સભા સંબોધી હતી. આ અવસરે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે બીજેપીને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું કે, બનાસકાંઠા અને પાટણની તમામ બેઠકો કોંગ્રેસ જીતે છે. મહેસાણાની તમામ બેઠકો જીતવા જનતાના આશીર્વાદ જોઈએ છે. દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી તેમની ટીકા ના થવી જોઈએ એવી માનસિકતાથી પીડાય છે. અહંકાર તો રાજા રાવણનોય નહોતો ટક્યો. ભાજપે પોતાના જ નેતાઓને સામાજીક રીતે ખતમ કર્યા છે.

તો બીજી તરફ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પણ સભા સંબોધી હતી. તેમણે કહ્યું કે,  કોંગ્રેસ જનતાને પૂછીને ઘોષણાપત્ર જાહેર કરે છે.  સરકાર બનશે તો મેનિફેસ્ટો પ્રમાણે જ સરકાર કામ કરશે. ગેસના બાટલા, સ્વાસ્થ્ય સેવાઓ, ખેડૂતની દેવા માફી, કોરોનાના મૃતકોને સહાય સહિતના તમામ વચનો કોંગ્રેસ પૂરા કરશે. આ ઉપરાંત કોંગ્રેસની સભામાં આખલો ઘુસી જતા સભામાં દોડાદોડ મચી ગઈ હતી. અશોક ગેહલોતે તેમાં પણ બીજેપીની ફિરકી લીધી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સભામાં ભાજપ આખલા છુટ્ટા મૂકે છે. લોકોને ડરાવે છે, પણ કોંગ્રેસની સરકાર બનશે.

તો આ અવસરે સબંધોન કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ભાજપની આદત છે શાંતિ ભંગ કરવાની. શાંતિ ભંગ કરનારાથી આપણે ડરવાનું નથી, જવાબ આપવાનો છે. રાજનીતિ અને લોકશાહીમાં પાર્ટીઓ તો આવતી જતી રહે છે. મહેસાણાના લોકો સ્વનિર્ભર બનીને જીવે છે. સરકારનું કોઈ યોગદાન નથી. ભાજપમાં "હું" પણું છે, જેમાં પોતે કઈ કર્યું નથી પણ મેં કર્યું એવું જાહેરાતો કરે છે. કોંગ્રેસે ડેરીઓને પ્રોત્સાહન આપ્યું હતું. શિક્ષકોની ભરતી નથી થતી. 28000 શિક્ષકોની ભરતી બાકી છે. 43 ટકા યુવાધન બેરોજગાર છે. એમને નોકરી કેમ નથી મળતી. નોકરી છે પણ લોકોને મળતી નથી.

ભાજપ કહે છે ડબલ એન્જિન સરકાર, પણ છ વર્ષમાં ત્રણ મુખ્યમંત્રી બદલ્યા. ડબલ એન્જિનમાં એક એન્જિન તો ખોરવાયું છે. કોંગ્રેસને મત આપો. સક્ષમ તટસ્થ સરકાર આપીશું. ભાજપે એક પણ સરકારી મેડિકલ કોલેજ બનાવી નથી. તમામ ચીજોનું ખાનગીકરણ થયું છે. 20000  ક્લાસરૂમ નથી બન્યા. શિક્ષણના આ હાલ છે. જો મોદીજીના કહેવા પ્રમાણે કોંગ્રેસ અને વિપક્ષ એમને બે કિલો ગાળો દે છે તો મોદી કોંગ્રેસને અને વિપક્ષને 4 ક્વિન્ટલ ગાળો દે છે. ભાજપ ડરની રાજનીતિ કરે છે પણ સંવિધાન ઘણું મજબૂત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
Embed widget