શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
16મી લોકસભાઃ આ દિગ્ગજ નેતાઓએ 5 વર્ષમાં ન પૂછ્યો એક પણ સવાલ, જાણો વિગત
નવી દિલ્હીઃ 16મી લોકસભામાં વિવિધ પક્ષોના નેતાઓના સક્રિયતા અને ગૃહમાં ઉઠાવવામાં આવેલા મુદ્દા પર આધારિત રિપોર્ટ કાર્ડમાં અનેક રોચક તથ્યો સામે આવ્યા છે. સંસદીય કામકાજના વિશ્લેષણ સંબંધિત વેબપોર્ટલ પાર્લામેન્ટ્રી બિઝનેસ ડોટ કોમ દ્વારા 16મી લોકસભાના કામકાજ પર બુધવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટ કાર્ડ મુજબ સોનિયા ગાંધી, બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગોડા અને એસપી સાંસદ મુલાયમ સિંહ યાદવે છેલ્લા પાંચ વર્ષમાં એક પણ સવાલ નથી પૂછ્યો.
સાંસદ વિકાસ ભંડોળ ખર્ચ કરવામાં પાછળ રહ્યાં મોદી-રાહુલ
રિપોર્ટ પ્રમાણે 16મી લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક સભ્યો સાંસદ વિકાસ ભંડોળ ખર્ચ કરવામાં પાછળ રહ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રાહુલે સાંસદ ભંડોળની આશરે 60.56 ટકા રકમ ખર્ચ કરી છે, જ્યારે મોદીએ 62.96 ટકા રકમ વાપરી છે.
સુપ્રિયા સુલે સવાલ પૂછવામાં સૌથી આગળ
16મી લોકસભાના અંતિમ સત્રના છેલ્લા દિવસે જાહેર થયેલા રિપોર્ટ મુજબ પાંચ વર્ષમાં એક પણ સવાલ નહીં પૂછનારામાં અડવાણી, સોનિયા, રાહુલ, મુલાયમ અને દેવગૌડા ઉપરાંત બીજેપી સાંસદ શત્રુધ્ન સિન્હા સહિત અન્ય 31 સાંસદ પણ સામેલ છે. રિપોર્ટ મુજબ સવાલ પૂછવામાં એનસીપી સાંસદ સુપ્રિયા સુલે, વિજય એસ મોહિતે પાટિલ અને ધનંજય મહાદિક સૌથી મોખરે રહ્યા હતા.
પાંચ વર્ષમાં 1.42 લાખથી વધારે સવાલ પૂછવામાં આવ્યા
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 16મી લોકસભાના 93 ટકા સભ્યોએ છેલ્લા પાંચ વર્ષમાં 1.42 લાકથી વધારે સવાલ પૂછવામાં આવ્યા. જેમાં 17 સાંસદોએ સર્વાધિક સવાલ ખેડૂતોની આત્મહત્યા મુદ્દે પૂછ્યા હતા. રિપોર્ટ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં સંસદીય કાર્યવાહીમાં 65 હજારથી વધારે વખત વિક્ષેપ પડ્યો. આ કારણે ગૃહની કાર્યવાહીના 500થી વધારે કલાક બર્બાદ થયા હતા.
વાંચોઃ લોકસભામાં મુલાયમ સિંહ યાદવે PM મોદીને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું કે, 16મી લોકસભામાં 219 સરકારી બિલ રજૂ કરવામાં આવ્યા. જેમાંથી 93 ટકા બિલને ગૃહમાં મંજૂરી મળી. આ દરમિયાન 1117 ખાનગી બિલ પણ રજૂ કરવામાં આવ્યા પરંતુ તેમાંથી એક પણ બિલ પાસ થઈ શક્યું નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
આઈપીએલ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion