શોધખોળ કરો
Advertisement
પુણે ક્લિનિકમાં 19 નર્સ અને 6 અન્ય પેરામેડિકલ કર્મચારી કોરોના વાયરસથી સંક્રમિત
પુણેમાં રૂબી હોલ ક્લિનિકની 19 નર્શ અને 6 અન્ય પેરામેડિકલ કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત છે. અધિકારીઓએ મંગળવારે આ અંગે જાણકારી આપી હતી.
પુણે: પુણેમાં રૂબી હોલ ક્લિનિકની 19 નર્શ અને 6 અન્ય પેરામેડિકલ કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત છે. અધિકારીઓએ મંગળવારે આ અંગે જાણકારી આપી હતી. રૂબી હોલ ક્લિનિકના મુખ્ય કાર્યકારી અધિકારી બોમી ભોટેએ કહ્યું કે વર્તમાનમાં કોઈ અંદર કોઈ લક્ષણ નથી અને તમામની હાલત સ્થિર છે. છેલ્લા સપ્તાહમાં મહારાષ્ટ્રની મુખ્ય પ્રાઈવેટ હોસ્પિટલના સામાન્ય વોર્ડમાં કાર્યરત એક નર્સને કોવિડ -19થી સંક્રમિત મળી હતી. હોસ્પિટલે બાદમાં બાદમાં 1,000 કર્મચારીઓની તપાસ કરી હતી.
બોમી ભોટેએ કહ્યું, ચિકિત્સા સહાયકો સહિત 19 નર્સ અને છ અન્ય કર્મચારીઓની તપાસ રિપોર્ટ પોઝિટિવ આવી છે. આ તમામમાં કોઈ લક્ષણ નથી અને તેમની હાલત સ્થિર છે. કોવિડ-19થી પીડિત મળેલા તમામ કર્મચારીઓને હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન રાખવામાં આવ્યા છે. સાથે જ તેમના સંપર્કમાં આવેલા નજીકના લોકોનો સંપર્ક કરી તેમની તપાસ કરવામાં આવી છે.
બોમી ભોટેએ કહ્યું, અમે હોસ્પિટલની અંદર જ એક બિલ્ડિંગને કોવિડ-19 ના દર્દીઓની સારવાર માટે સમર્પિત કરી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement