Mohali MMS Leak: મોહાલી વીડિયો લીક પર યુનિવર્સિટી એક્શનમાં, છ દિવસ માટે કેમ્પસ બંધ, બે વૉર્ડન સસ્પેન્ડ
મોહાલીમાં છોકરીઓના વીડિયો વાયરલ થયા બાદ યુનિવર્સિટી પ્રશાસને હોસ્ટેલના બે વોર્ડનને સસ્પેન્ડ કરી દીધા છે
Mohali MMS Leak: મોહાલીમાં છોકરીઓના વીડિયો વાયરલ થયા બાદ યુનિવર્સિટી પ્રશાસને હોસ્ટેલના બે વોર્ડનને સસ્પેન્ડ કરી દીધા છે. અગાઉ કેમ્પસમાં અભ્યાસના વર્ગો છ દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટી પ્રશાસને લે કાર્બોઈઝર હોસ્ટેલની વોર્ડન રાજવિંદર કૌરને સસ્પેન્ડ કરી દીધી છે, જેણે છોકરીઓના કપડા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. બીજી વોર્ડને કથિત રીતે યુવતીઓને તેમના મોબાઈલ ફોનમાંથી વીડિયો હટાવવા માટે પણ કહ્યું હતું.
Punjab | Chandigarh University closed till 24th Sept; a few students seen leaving for their homes.
— ANI (@ANI) September 19, 2022
Students' protest erupted in the campus yesterday over the University's alleged 'leaked objectional videos' row. Two accused arrested & one detained in connection with the matter. pic.twitter.com/BJraCQUr5J
આરોપી યુવતીએ તેની સાથે રહેતી 50-60 યુવતીઓનો બાથરૂમમાં નહાતી હોય તેવો વીડિયો રેકોર્ડ કર્યો હતો. અને આ વીડિયોને શિમલામાં રહેતા તેના બોયફ્રેન્ડને મોકલ્યા હતા. આ પછી છોકરાએ કથિત રીતે વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
યુનિવર્સિટી પ્રશાસને છ દિવસ માટે વર્ગો સ્થગિત કરી દીધા છે. ઘણા વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસ છોડી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા તમામ માંગણીઓ સ્વીકારવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓએ બપોરે 1.30 વાગ્યે તેમનો વિરોધ સમાપ્ત કર્યો હતો. આ ઘટના બાદ હોસ્ટેલના તમામ વોર્ડનની બદલી કરવામાં આવી રહી છે. આ સાથે હોસ્ટેલનો સમય પણ બદલાયો છે.
આરોપીના બોયફ્રેન્ડની રવિવારે ધરપકડ
18 સપ્ટેમ્બરે ઘણા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં દિવસભર વિરોધ પ્રદર્શન કર્યું હતું. અહીં, પોલીસે બોયફ્રેન્ડની શોધમાં શિમલામાં ઓપરેશન ચલાવ્યું અને સાંજે તેની ધરપકડ કરી હતી. હવે આ કેસમાં વધુ કેટલાક મહત્વના ખુલાસા થઈ શકે તેવી આશાએ બોયફ્રેન્ડની પૂછપરછ કરવામાં આવી રહી છે. બોયફ્રેન્ડની ધરપકડ પછી પોલીસે શિમલામાં 31 વર્ષીય અન્ય યુવકને કસ્ટડીમાં લીધો હતો. આ વ્યક્તિની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
વિદ્યાર્થીનો મોબાઈલ તપાસ માટે મોકલાયોઃ એસ.એસ.પી
મોહાલીના એસએસપી વિવેક સોનીના જણાવ્યા અનુસાર આરોપી વિદ્યાર્થીના મોબાઈલ ફોનને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. આરોપી વિદ્યાર્થીએ પૂછપરછમાં જણાવ્યું છે કે તેણે અન્ય કોઈ વિદ્યાર્થીનો વીડિયો રેકોર્ડ કર્યો નથી. હવે અમે આ મામલે પણ તપાસ કરી રહ્યા છીએ અને એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે વીડિયો શા માટે ત્યાં મોકલવામાં આવ્યો?