શોધખોળ કરો
આરે કોલોનીઃ મુંબઇ મેટ્રોએ કહ્યું- 2141 વૃક્ષ કાપી દેવાયા, જલદી શરૂ થશે નિર્માણ કાર્ય
મુંબઇ મેટ્રોએ કહ્યું કે, હવે સુપ્રીમ કોર્ટના આગામી આદેશ સુધી આ વિસ્તારમાં કોઇ વૃક્ષ કાપવામાં નહી આવે.

મુંબઇઃ મુંબઇ મેટ્રો રેલ કોર્પોરેશને કહ્યું કે, ઉત્તરી મુંબઇની આરે કોલોનીમાં 2141 વૃક્ષ કાપવામાં આવી ચૂક્યા છે. આ સ્થળ પર કાર શેડ બનાવવામાં આવશે. નોંધનીય છે કે આજે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે આરે કોલોનીમાં હવે કોઇ વૃક્ષ કાપવામાં નહી આવે. ઘાટ જંગલોના કારણે આરે કોલોનીને મુંબઇના ફેફસા માનવામાં આવે છે. મુંબઇ મેટ્રોએ કહ્યું કે, હવે સુપ્રીમ કોર્ટના આગામી આદેશ સુધી આ વિસ્તારમાં કોઇ વૃક્ષ કાપવામાં નહી આવે.
એમએમઆરસીએ કહ્યું કે, વૃક્ષ કાપવાના કારણે ખાલી થયેલા વિસ્તારમાં નિર્માણકાર્ય જલદી શરૂ કરી દેવામાં આવશે. આ અગાઉ મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવસી સરકારે સુપ્રીમ કોર્ટના આદેશની વ્યાખ્યા કરતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટે વૃક્ષો કાપવા મામલે યથાસ્થિતિ રાખવાનો આદેશ આપ્યો છે. ત્યારબાદ મુંબઇ મેટ્રો તરફથી નિર્માણ શરૂ કરવાનું નિવેદન રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલા આદેશની વ્યાખ્યાની પુષ્ટી કરે છે. એમએમઆરસીએ કોર્ટને જણાવ્યું કે, કાયદાકીય અડચણો દૂર કરવામાં પરિયોજનામાં અગાઉથી છ મહિના મોડું થઇ ચૂક્યું છે. મેટ્રો નિર્માણ માટે આરેના જંગલોમાંથી 2646 વૃક્ષ કાપવાની યોજના હતી પરંતુ સોમવારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મહારાષ્ટ્ર સરકારે સંકેત આપ્યા છે કે ખાલી કરાયેલા વિસ્તારમાં શેડ નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવશે. મુંબઇ મેટ્રો રેલ કોર્પોરેશને કહ્યું કે, તેમણે 23,845 છોડ ઉછેરી દીધા છે. જ્યારે 25 હજાર છોડ વહેંચવામાં આવ્યા છે.MMRC: Following the decision of High Court on 4 Oct upholding permission of Tree Authority the felling of 2,185 trees was undertaken on Oct 4&5, 2019 and as on date 2,141 trees have been felled.These will be cleared from site&subsequent construction activities will be carried out https://t.co/FnwCAcC2Al
— ANI (@ANI) October 7, 2019
વધુ વાંચો




















