શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહિના ભર કોરોના સામે લડ્યા બાદ 25 વર્ષીય ડોકટરનું મોત, એઇમ્સમાં લીધા અંતિમ શ્વાસ, જાણો વિગત
ડોકટર સોલંકીએ 2018-91માં એઇમ્સ છોડી દીધી હતી અને બિન શૈક્ષણિક નોકરી માટે અરજી કરી હતી.
નવી દિલ્હીઃ એક મહિના કરતા વધુ સમય સુધી કોરોના વાયરસ સામે ઝઝૂમ્યા બાદ એઇમ્સથી એમબીબીએસનો અભ્યાસ કરનારા 25 વર્ષીય ડોક્ટરનું સોમવારે સવારે મોત થયું હતું. હરિયાણાના હિસારના રહેવાસી ડો. વિકાસ સોલંકી એક મહિના પહેલા કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યારથી હોસ્પિટલમાં ભરતી હતા. શનિવારે ડો. સોલંકીને દિલ્હીની એઇમ્સ ટ્રોમા સેંટરમાં ભરતી કરવામાં આવ્યા હતા અને વેંટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
સોલંકીએ 2018-91માં એઇમ્સ છોડી દીધી હતી અને બિન શૈક્ષણિક નોકરી માટે અરજી કરી હતી. ડો. સોલંકીના સીનયિર અને એઇમ્સના નજીકના મિત્ર ડો. વામિકુર રહમાને કહ્યું, હું મારા પિતા ગુમાવ્યાના દુઃખમાંથી હજુ બહાર નથી આવ્યો ત્યાં વિકાસ અંગે સાંભળીને દિલ તૂટી ગયું. તે એઇમ્સમાં મને મળેલા સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીમાંથી એક હતો. તે દવાથી લઈ દર્શનશાસ્ત્ર, રાજનીતિથી લઈ ઈતિહાસ સુધી દરેક ચીજમાં પારંગત હતો.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 83,809 નવા કેસ સામે આવ્યા છ. આ પહેલા 11 સપ્ટેમ્બરે રેકોર્ડ 97,570 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 1054ના મોત થયા છે. દેશમાં 2 સપ્ટેમ્બરથી દરરોજ એક હજારથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 49 લાખ 30 હજાર થઈ ગઈ છે. તેમાંથી 80,776 લોકોના મોત થઈ ચૂક્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 9 લાખ 90 હજાર થઈ ગઈ છે અને 38 લાખ 59 હજાર લોકો સ્વસ્થ થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion