Omicron વેરિઅન્ટનો 59 દેશોમાં કહેર, અત્યાર સુધી વિશ્વમાં 2936 કેસ નોંધાયા, જાણો ભારતમાં કેટલા કેસ નોંધાયા?
પ્રેસ કોન્ફ્રરન્સમાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે એશિયાની સૌથી મોટી સ્લમ વસ્તી ધારાવીમાં ઓમિક્રોન વેરિઅન્ટનો કેસ આવ્યો છે.
Omicron cases in World: કોરોના વાયરસના નવા વેરિઅન્ટને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફ્રરન્સ કરી હતી. પ્રેસ કોન્ફ્રરન્સમાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે એશિયાની સૌથી મોટી સ્લમ વસ્તી ધારાવીમાં ઓમિક્રોન વેરિઅન્ટનો કેસ આવ્યો છે. જે વ્યક્તિ કોરોના પોઝિટીવ આવ્યો છે તે તાન્ઝાનિયાથી પરત ફર્યો હતો. આ સાથે દેશમાં ઓમિક્રોનના કુલ કેસનો આંકડો 26 થઇ ગયો છે.
વધુમાં જણાવ્યું કે અત્યાર સુધી કુલ મળીને 59 દેશોમા કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ફેલાઇ ચૂક્યો છે. વિશ્વમાં કુલ 2936 કેસ નોંધાયા છે. 24 નવેમ્બરના રોજ પ્રથમ કેસ સાઉથ આફ્રિકાના ગોન્ટેગ પ્રાન્તમાં નોંધાયો હતો. 26 નવેમ્બરના રોજ ડબલ્યૂએચઓએ ઓમિક્રોનને વેરિઅન્ટ ઓફ કન્સર્ન જાહેર કર્યો હતો.
સૌથી વધુ યુકેમાં 817, ડેન્માર્કમાં 796, સાઉથ આફ્રિકામાં 431 કેસ નોંધાયા હતા. કેનેડામાં 78, અમેરિકામાં 71, જર્મનીમાં 65, સાઉથ કોરિયામાં 60 કેસ નોંધાઇ ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયામાં 52, ઝીમ્બાબ્વેમાં 50, ફ્રાન્સમાં 42, પોર્ટુગલમાં 37, નેધરલેન્ડમાં 36, નોર્વેમાં 33, ઘાનામાં 33 અને બેલ્જિયમમાં 30 કેસ નોંધાઇ ચૂક્યા છે.
વધુમાં મંત્રાલયે કહ્યું કે જ્યારથી આ વેરિઅન્ટનો કેસ ભારતમાં નોઁધાયો છે. ત્યારબાદ દેશમાં ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરાઇ છે. દેશમાં વર્તમાનમાં 94,943 કોરોનાના એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 8503 કેસ નોંધાયા છે. કેરલમાં 41 હજાર એક્ટિવ કેસ છે. 10,161 કેસ મહારાષ્ટ્રમાં છે.