શોધખોળ કરો
Corona Vaccine: ભારતમાં પ્રથમ તબક્કામાં કેટલા કરોડ લોકોને ફ્રી રસી અપાશે ? જાણો વિગત
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1 કરોડ ત્રણ લાખ થઈ ગઈ છે.

(ફાઈલ તસવીર)
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વેક્સીનેશનનું ડ્રાય રન શરૂ થઈ ગું છે. આ દરમિયાન આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કોરોના રસીને લઈ મોટી જાહેરાત કરી હતી. કોરોના રસી દિલ્હીમાં ફ્રી હશે, શું તેવી જ રીતે તમામ રાજ્યોમાં પણ ફ્રી હશે ? તેવો સવાલ પૂછવામાં આવતાં ડો. હર્ષવર્ધને કહ્યું, કોરોના વેક્સીન દિલ્હીમાં જ નહીં સમગ્ર દેશમાં ફ્રી હશે. પ્રથમ તબક્કામામાં 1 કરોડ હેલ્થવર્કર અને 2 કરોડ ફ્રન્ટલાઇન વર્કરને ફ્રી રસી આપવામાં આવશે. જુલાઈ સુધીમાં 27 કરોડને ફ્રી રસી અપાશે. દેશમાં કોરોના વાયરસના સંક્રમણનાી રફ્તાર ધીમી પડી છે. સતત 13 દિવસથી 25 હજારથી ઓછા અને 22માં દિવસે 30 હજારથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 19,079 નવા સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. જ્યારે 224 લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે, 22,926 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1 કરોડ ત્રણ લાખ થઈ ગઈ છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 49 હજાર 218 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કુલ એક્ટિવ કેસ ઘટીને 2 લાખ 50 હજાર પર આવી ગયા છે. અત્યાર સુધી 99 લાખ 6 હજાર લોકો કોરોનાને મ્હાત આપી સાજા થયા છે.
વધુ વાંચો





















