શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોએ 3 આતંકીને કર્યા ઠાર
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીને ઠાર કર્યા છે.
જમ્મુ કાશ્મીર : જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીને ઠાર કર્યા છે. છેલ્લા 24 કલાકમાં કાશ્મીર ખીણમાં આ બીજુ એન્કાઉન્ટર થયું છે. કાશ્મીર ખીણમાં છેલ્લા 24 કલાકમાં 6 આતંકવાદીઓ ઠાર કરાયા છે. અમશીપોરા વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત છે.
એક અધિકારીએ જણાવ્યું કે, જ્યારે સેનાને આ વિસ્તારમાં આતંકવાદીઓના છુપાયેલા હોવાની બાતમી મળી ત્યારે પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ સમય દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળોની ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ પછી સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
આ પહેલા શુક્રવારે, કુલગામમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મેળવી હતી. કાશ્મીર ખીણમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ત્યારે જોવા મળી જ્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બે દિવસની જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે.
આ પહેલા પણ ગુરુવારે કુપવાડામાં સેનાએ લાઇન ઓફ કંટ્રોલ નજીક આતંકવાદીઓની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement