National Unity Day 2022: સરદાર વલ્લભભાઇ પટેલ જયંતિ પર જાણો લોહપુરુષ વિશેની 10 મહત્વની વાતો
સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875એ ગુજરાતના નડિયાદમાં થયો હતો. લંડન જઇને તેમને બેરિસ્ટરનો અભ્યાસ કર્યો અને પાછા અમદાવાદ આવીને વકીલાત કરવા લાગ્યા.
National Unity Day 2022: આજે દેશભરમાં એકતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. 31 ઓકટોબરના દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના અને તમામ તાલુકાઓમાં મળી 100 જેટલા સ્થળે અને નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા 16 સ્થળે "રન ફોર યુનિટી" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજના દિવસે અહીં અમને સરદાર વલ્લભભાઇ પટેલ વિશે 10 મહત્વની વાતો બતાવી રહ્યાં છીએ.......
અહીં જાણો સરદાર વલ્લભભાઇ પટેલ વિશે 10 મહત્વની વાતો
1. સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875એ ગુજરાતના નડિયાદમાં થયો હતો. લંડન જઇને તેમને બેરિસ્ટરનો અભ્યાસ કર્યો અને પાછા અમદાવાદ આવીને વકીલાત કરવા લાગ્યા. મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરિત થઇને તેમને ભારતના સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધો.
2. સ્વતંત્રતા આંદોલનમાં સરદાર વલ્લભભાઇ પટેલનું પહેલુ એવુ મોટુ યોગદાન 1918માં ખેડા સંઘર્ષમાં હતુ. તેમને 1928માં બારડોલી સત્યાગ્રહમાં ખેડૂત આંદોલનનુ સફળ નેતૃત્વ કર્યુ.
3. લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ ભારતના પહેલા ઉપ વડાપ્રદાન અને ગૃહમંત્રી બન્યા.
4. સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ દેશી રજવાડાંઓનુ એકીકરણ કરીનેને અખંડ ભારત નિર્માણમાં તેમના યોગદાનને ભુલી શકાય એમ નથી. તેમને 562 નાના-મોટા રજવાડાંઓને ભારતીય સંઘમાં વિલિનીકરણ કરીને ભારતીય એકતાનુ નિર્માણ કર્યુ.
5. મહાત્મા ગાંધીએ સરદાર વલ્લભભાઇ પટેલને લોહપુરુષની ઉપાધિ આપી.
6. ગુજરાતમાં નર્મદાના સરદાર સરોવર બંધની સામે સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટર (597 ફૂટ) ઉંચી પ્રતિમા (સ્ટેચ્યૂ ઓફ યૂનિટી)નુ નિર્માણ કરવામાં આવ્યુ. આ વિશ્વની સૌથી ઉંતી પ્રતિમાં છે. આને 31 ઓક્ટોબર, 2018 એ દેશને સમર્પિત કરવામાં આવી. સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની ઉંચાઇ માત્ર 93 મીટર છે.
7. આ સરદાર વલ્લભભાઇ પટેલનુ જ વિજન હતુ કે ભારતીય વહીવટી સેવાઓ દેશને એક રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમને ભારતીય વહીવટી સેવાઓને મજબૂત બનાવવા પર ખુબ ભાર મુક્યો, તેમને સિવિલ સેવાઓને સ્ટીલ ફ્રેમ કહી હતી.
8. બારડોલી સત્યાગ્રહ આંદોલનના સફળ થયા બાદ ત્યાંની મહિલાઓએ વલ્લભભાઇ પટેલને ‘સરદાર’ની ઉપાધિ આપી હતી.
9. કોઇપણ દેશનો આધાર તેની એકતા અને અખંડતતામાં રહેલો હોય છે, અને સરદાર પટેલ દેશની એકતાના સૂત્રધાર હતા. આ જ કારણથી તેમના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે.
10. સરદાર વલ્લભભાઇ પટેલનુ નિધન 15 ડિેસેમ્બર, 1950 એ મુંબઇમાં થયુ હતુ, વર્ષ 1991માં સરદાર પટેલને મરણોપરાંત 'ભારત રત્ન'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.