Coronavirus: આ રાજ્યમાં કોરોનાએ તરખાટ મચાવતાં બસોને ફેરવવી પડી એમ્બ્યુલન્સમાં
પંચકૂલા ડેપોના જનરલ મેનેજર વિનય કુમારે કહ્યુ, દરેક મિની બસમાં ચાર બેડ અને બે ઓક્સિજન સિલિન્ડર લગાવાયા છે. આ બસમાં પેરામેડિકલ અને નર્સિંગ સ્ટાફ પણ હશે.
પંચકૂલાઃ દેશમાં કોરોનાના કેસનું (Coronavirus Cases India) કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર (Coronavirus Second Wave) અટકવાનું નામ જ નથી લઈ રહી. કોરોનાને વકરતો અટકાવવા અનેક રાજ્યોએ લોકડાઉન (Lockdown) લગાવ્યું છે, તેમ છતાં અમુક રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. હરિયાણામાં પણ લોકડાઉન છે.
હરિયાણામાં કોરોનાના કેસ વધતાં પંચકૂલા ડેપોમાં 5 મિની બસને એમ્બ્યુલન્સમાં ફેરવવાં આવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ મુજબ પંચકૂલા ડેપોના જનરલ મેનેજર વિનય કુમારે કહ્યુ, દરેક મિની બસમાં ચાર બેડ અને બે ઓક્સિજન સિલિન્ડર લગાવાયા છે. આ બસમાં પેરામેડિકલ અને નર્સિંગ સ્ટાફ પણ હશે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ હરિયાણામાં કોરનાના એક્ટિવ કેસની સંખ્યા 1,08,997 છે. જ્યારે 5,25,345 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. હરિયાણામાં કોરોના કુલ 5910 લોકોને ભરખી ગયો છે.
Haryana: Panchkula depot converted 5 minibuses into ambulances
— ANI (@ANI) May 12, 2021
Each mini bus will have 4 beds with 2 oxygen cylinders. These ambulances will be operated by our drivers along with paramedical and nursing staff: Panchkula depot general manager, Vinay Kumar pic.twitter.com/LofD4yzVO0
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,48,421 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4205 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,338 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 33 લાખ 40 હજાર 938
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 93 લાખ 82 હજાર 642
- કુલ એક્ટિવ કેસ - 37 લાખ 04 હજાર 099
- કુલ મોત - 2 લાખ 54 હજાર 197
17 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 27 લાખ 10 હજાર 066 ડોઝ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં મિની લોકડાઉનથી વેપારીઓની તૂટી કમર, કેસ ઘટતાં દુકાનો શરૂ કરવાની કરી માંગ
કોરોનાની બીજી લહેરમાં બાળકોમાં જોવા મળી રહ્યા છે આ છ લક્ષણ, જાણો શું શું થાય છે