શોધખોળ કરો
Advertisement
ઝારખંડઃ સરાયકેલામાં પોલીસ ટીમ પર નક્સલી હુમલો, પાંચ જવાન શહીદ
ઝારખંડના સરાયકેલામાં નક્સલી હુમલામાં પાંચ પોલીસ જવાન શહીદ થયા છે. પોલીસ જવાનો પેટ્રોલિંગ કરી પાછા ફરી રહ્યા હતા તે સમયે નક્સલીઓએ હુમલો કર્યો હતો
રાંચીઃ ઝારખંડના સરાયકેલામાં નક્સલી હુમલામાં પાંચ પોલીસ જવાન શહીદ થયા છે. પોલીસ જવાનો પેટ્રોલિંગ કરી પાછા ફરી રહ્યા હતા તે સમયે નક્સલીઓએ હુમલો કર્યો હતો. હુમલા બાદ નક્સલીઓએ પોલીસ જવાનોના હથિયારો પણ લૂંટ્યા હતા.
એક રિપોર્ટ અનુસાર, આ ઘટના શુક્રવારે સરાયકેલાના તિરુલડીગ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. નક્સલીઓએ પોલીસ વાન પર ફાયરિગ કર્યું હતું. નક્સલીઓ અગાઉથી યોજના બનાવી પોલીસ વાનની રાહ જોઇ રહ્યા હતા. નક્સલીઓએ ઘેરાબંધી કરી પોલીસ જવાન પર ફાયરિગં કર્યું હતું. પોલીસના જવાબમાં કેટલાક નક્સલીઓ ઇજાગ્રસ્ત થયાની જાણકારી મળી રહી છે. હુમલામાં બે એએસઆઇ અને ત્રણ કોન્સ્ટેબલ સહિત પાંચ જવાનો શહીદ થયા હતા.Jharkhand: Five policemen shot dead in Saraikela district.More details awaited. pic.twitter.com/mALCjLoJCz
— ANI (@ANI) June 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement