Rajouri Encounter: જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં 5 જવાન શહીદ, સુરક્ષાદળો અને આતંકી વચ્ચે ચાલુ છે અથડામણ
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પાંચ જવાનો શહીદ થયા છે. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.
Jammu Kashmir Encounter: જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પાંચ જવાનો શહીદ થયા છે. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં પાંચ જવાન શહીદ થયા છે. સેનાએ શુક્રવારે કહ્યું કે રાજૌરી સેક્ટરમાં ચાલી રહેલા ઓપરેશનમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ સૈનિકો શહીદ થયા છે. વહેલી સવારે બે જવાનો શહીદ થયા હતા. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.
Blast during op in J-K's Rajouri district: Three more Army personnel succumb to injuries, toll goes up to five
— Press Trust of India (@PTI_News) May 5, 2023
સેનાએ કહ્યું કે ભારતીય સેના જમ્મુ ક્ષેત્રના ભાટા ધુરિયાના ટોટા ગલી વિસ્તારમાં આર્મી ટ્રક પર હુમલો કરનારા આતંકવાદીઓના જૂથને ખતમ કરવા માટે સતત ઓપરેશન ચલાવી રહી છે. સવારે લગભગ 7:30 વાગ્યે એક સર્ચ પાર્ટીએ એક ગુફામાં છુપાયેલા આતંકવાદીઓના જૂથને શોધી કાઢ્યું અને એન્કાઉન્ટર થયું.
#WATCH | Jammu and Kashmir: Encounter underway between terrorists and security forces in Kesari hill area in Rajouri.
— ANI (@ANI) May 5, 2023
(Visuals deferred by unspecified time) pic.twitter.com/1clRZRJRnH
પીટીઆઈએ સેનાના ઉત્તરી કમાન્ડને ટાંકીને કહ્યું હતું કે ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ વિસ્ફોટ કર્યો જેમાં બે સૈનિકો શહીદ થયા હતા અને ચાર ઘાયલ થયા હતા જેમાં એક અધિકારી પણ સામેલ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 5 મેના રોજ સવારે લગભગ 7:30 વાગ્યે એક સર્ચ પાર્ટીએ એક ગુફામાં છુપાયેલા આતંકવાદીઓના જૂથને શોધી કાઢ્યું અને એન્કાઉન્ટર થયું. આતંકવાદીઓએ જવાબી કાર્યવાહીમાં વિસ્ફોટક ગોળીબાર કર્યો હતો. જેમાં એક અધિકારી સહિત ચાર જવાન ઘાયલ થયા હતા અને સવારે બે જવાન શહીદ થયા હતા. અન્ય ઘાયલોને ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે વધુ 3 જવાનો શહીદ થયા છે. આ રીતે આ અથડામણમાં કુલ 5 જવાનો શહીદ થયા છે.
ઈજાગ્રસ્ત જવાનો પૈકી ત્રણ જવાનોએ બાદમાં દમ તોડી દીધો હતો. નજીકના વિસ્તારોમાંથી વધારાની ટીમોને એન્કાઉન્ટર સ્થળ પર મોકલવામાં આવી છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, આતંકવાદીઓના જૂથે વિસ્તારને ઘેરી લીધો છે. ઘણા આતંકવાદીઓની જાનહાનિ થવાની આશંકા છે. ઓપરેશન ચાલુ છે. સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
