5G મોબાઇલ નેટવર્કથી કોરોના વાયરસ ફેલાય છે? જાણો મોદી સરકારે શું આપી ચેતવણી
કોરોનાની મહામારીના સમયમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં 5G મોબાઇલ નેટવર્કથી કોરોના વાયરસ ફેલાતો હોવાનો દાવા કરવામાં આવી રહ્યો છે.
Fact check:કોરોનાની મહામારીના સમયમાં સોશિયલ મીડિયા પર કોવિડ-19ને લઇને અનેક પોસ્ટ વાયરલ થતી રહે છે. આવો જ એક મેસેજ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં 5G મોબાઇલ નેટવર્કથી કોરોના વાયરસ ફેલાતો હોવાનો દાવા કરવામાં આવી રહ્યો છે.
કોરોનાની મહામારીમાં કોવિડની વેક્સિનથી માંડીને તેના ઇલાજ અને વાયરસના સંક્રમણ ફેલવવાના મુદ્દે અનેક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. હાલ આવી જ એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, 5G મોબાઇલ નેટવર્કથી કોરોના વાયરસનો ફેલાવો થાય છે એટલે 5G મોબાઇલ નેટવર્કથી કોરોનાનું સંક્રમણ ફેલાય છે. તો જાણીએ દાવામાં કેટલું સત્ય છે અને વાયરલ પોસ્ટ શું છે.
વાયરલ પોસ્ટનો દાવો
સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 5G મોબાઇલ નેટવર્કથી કોરોનાનું સંક્રમણ ફેલાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ પોસ્ટ મુદ્દે તપાસ કરતા તથ્યો સામે આવ્યાં છે.
શું 5G મોબાઇલ નેટવર્કથી કોરોના ફેલાય છે?
સોશિયલ મીડિયા પર વાયરલ આવી પોસ્ટને ભારત સરકારની વેબસાઇટ પ્રેસ ઇન્ફર્મશન બ્યુરોની ફેકચેક ટીમ ચેક કરે છે. આવી સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં સત્ય કેટલું છે તે જાણવા માટે તપાસ કરે છે. તો આ મામલે પણ ફેકચેક ટીમે તથ્યોને જાણીને ખુલાસો કર્યો છે કે. 5G મોબાઇલ નેટવર્કથી કોરોનાનું સંક્રમણ નથી ફેલાતું. એક્સપર્ટના મત મુજબ વાયરસ રેડિયો વેવ દ્રારા કે મોબાઇલ નેટવર્ક દ્વારા નથી ફેલાતો. કોરોના વાયરસ રેડિયો વેવ કે મોબાઇલ નેટવર્ક દ્રારા ફેલાતો ન હોવાથી 5G મોબાઇલ નેટવર્કથી કોરોના સંક્રમણ ફેલાય છે તે દાવો સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો સાબિત થયો છે.
ભારત સરકારની પોર્ટલની આ ફેકચેર ટીમે મહામારીના સમયમાં લોકોને આવી ખોટી માહિતી સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવા અનુરોધ કર્યો છે. તેમજ લોકોને પણ એક્સપર્ટના મત જાણ્યા વિના સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ પર વિશ્વાસ કરવા અને આવી પોસ્ટને શેર કરીને ખોટી અફવા ન ફેલાવવા અનુરોધ કર્યો છે.