Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ
પૂર્વ PM મનમોહન સિંહનું દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું છે. કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. આજે સાંજે તેમની તબિયત બગડતાં તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
એઈમ્સ તરફથી કહેવામાં આવ્યું કે, ગહન શોક સાથે, અમે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘ, 92 વર્ષની વયે નિધનની જાણ કરીએ છીએ. તેમની વય-સંબંધિત તબીબી પરિસ્થિતિઓ માટે સારવાર કરવામાં આવી રહી હતી અને 26મી ડિસેમ્બર 2024ના રોજ ઘરે અચાનક બેભાન થઈ ગયા હતા. ઘરે તેમને તરત જ સારવાર આપવામાં આવી. તેમને રાત્રે 8:06 વાગ્યે નવી દિલ્હીની એઈમ્સમાં મેડિકલ ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. તમામ પ્રયાસો છતાં તેને જીવિત ન કરી શકાયા અને રાત્રે 9:51 વાગ્યે તેને મૃત જાહેર કરવામાં આવ્યા.