શોધખોળ કરો

62% લોકો હજુ પણ કોરોનાની રસી લેવા નથી માગતા, જાણો સર્વેમાં શું થયો મોટો ખુલાસો

સર્વેમાં 6 ટકા લોકોએ કહ્યું કે, જ્યારે રસી પ્રાઈવેટ માર્કેટમાં આવશે ત્યારે લેશે. જ્યારે 22 ટકા લોકોએ કહ્યું કે તેઓ હજુ ત્રણ મહિના સુધી રાહ જોશે અને ત્યાર બાદ નિર્ણય કરશે.

નવી દિલ્હીઃ 16 જાન્યુઆરીએ પીએમ મોદીએ દેશમાં કોરોના વિરૂદ્ધ રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી હતી. પ્રથમ તબક્કામાં સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને આ રસી આપવામાં આવી રહી છે. દેશમાં હાલમાં લોકોને બે રસી આપવામાં આવી રહી છે. પ્રથમ ઓક્સફોર્ડ-એસ્ટ્રેજેનેકાની કોવિશીલ્ડ અને બીજી ભારત બાયોટેકની કોવેક્સીન છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધી દેશમાં અંદાજે ત્રણ લાખ લોકોને રસી આપવામાં આવી છે. દેશમાં ચાલી રહેલ રસીકરણ ડ્રાઈવની વચ્ચે સર્વે એજન્સી લોકલ સર્કલ્સે લોકોમાં રસીની સ્વીકાર્યતાને લઈને સર્વે કર્યો છે. દેશના 230 જિલ્લામાં કરવામાં આવેલ આ સર્વેમાં સામેલ 62 ટકા લોકો તરત જ રસી લેવા માટે તૈયાર નથી. લોકલ સર્કલ્સમાં આ સર્વેમાં કુલ 17 હજાર લોકોએ ભાગ લીધો હતો. સર્વેમાં સામેલ લોકોને રસીની સ્વીકાર્યતા અને અસ્વીકાર્યતાને લઈને સવાલ પૂછવામાં આવ્યો તો આ સાવલના જવાબમાં 8658 એટલે કે 32 ટકા લોકોએ કહ્યું કે તેઓ રસી લેવા માટે તૈયાર છે. સર્વેમાં 6 ટકા લોકોએ કહ્યું કે, જ્યારે રસી પ્રાઈવેટ માર્કેટમાં આવશે ત્યારે લેશે. જ્યારે 22 ટકા લોકોએ કહ્યું કે તેઓ હજુ ત્રણ મહિના સુધી રાહ જોશે અને ત્યાર બાદ નિર્ણય કરશે. 14 ટકાએ કહ્યું કે, તે 3થી 6 મહિના સુધી રાહ જોશે અને બીજા 14 ટકા લોકોએ કહ્યું કે, 6થી 12 મહિના સુધી રાહ જોશે જ્યારે ત્રણ ટકાએ કહ્યું કે, 12 મહિનાથી પણ વધારે સમય સુધી રાહ જોવા માટે તૈયાર છે અને આગામી વર્ષે રસી લગાવવાને લઈને નિર્ણય કરશે. આ સર્વેનો નિષ્કર્ષ એ રહ્યો કે 62 ટકા લોકોને હાલમાં રસી લેવાની કોઈ ઉતાવળ નથી. સર્વેમાં સામેલ લોકોને પૂછવામાં આવ્યું કે રસી ન લેવા પાછળનું સૌથી મોટું કારણ શું છે તો 58 ટકા લોકોએ કહ્યું કે, હાલમાં તેની સાઈડ ઇફેક્ટ વિશે પૂરી રીતે ખબર નથી પડી. જ્યારે 18 ટકા લોકોએ કહ્યું કે, રસી કેટલી કારગર છે એ હજુ સ્પષ્ટ નથી. 11 ટકા લોકોનું માનવું છે કે રસીની જરૂરત નથી કોરોના એમ જ ખત્મ થઈ જશે. જ્યારે 8 ટકા લોકોએ ખટકાટ શેનો છે તે કારણ ન જણાવી શક્યા. લોકલ સર્વેમાં આ પહેલા દેશમાં રસીની મંજૂરી મળ્યા પહેલા પણ એક સર્વે કર્યો હતો. આ સર્વે ડિસેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં 69 ટકા લોકોએ કહ્યું હતું કે તે રસી નહીં લે. તાજા સર્વેના પરિણામથી સ્પષ્ટ છે કે લોકોમાં રસીને લઈને ધીમે ધીમે જાગરૂકતા આવી રહી છે. લોકોમાં રસીને લઈને ભય અને ભ્રમની સ્થિતિ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Actor Allu Arjun:  સૌથી મોટા સમાચાર, સુપરસ્ટાર અલ્લુ અર્જુનને કોર્ટે 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
Actor Allu Arjun: સૌથી મોટા સમાચાર, સુપરસ્ટાર અલ્લુ અર્જુનને કોર્ટે 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
LICની નવી સ્કીમ... મહિલાઓને દર મહિને મળશે 7000 રૂપિયા, જાણો કેવી રીતે કરશો અરજી
LICની નવી સ્કીમ... મહિલાઓને દર મહિને મળશે 7000 રૂપિયા, જાણો કેવી રીતે કરશો અરજી
Post office ની આ બચત યોજનામાં દર મહિને 20,000 રૂપિયાનું પેન્શન મળશે, FD કરતાં વધુ વ્યાજ
Post office ની આ બચત યોજનામાં દર મહિને 20,000 રૂપિયાનું પેન્શન મળશે, FD કરતાં વધુ વ્યાજ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Allu Arjun Arrest| બોક્સ ઓફિસ પર ધુમ મચાવનાર પુષ્પા ફેમ અલ્લુ અર્જુનની કરાઈ ધરપકડ,જાણો શું છે મામલો?Amreli Earthquake: અમરેલીમાં ધ્રુજી ગઈ ધરા, 42 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ| Abp AsmitaGujarat Weather Updates : સૌરાષ્ટ્રમાં હજુ બે દિવસ કોલ્ડવેવની આગાહી, યલો એલર્ટ જાહેરIndia Weather Updates: દેશના આટલા રાજ્યોમાં ઠંડી બોલાવશે ભુક્કા, ક્યાં છવાઈ બરફની ચાદર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Actor Allu Arjun:  સૌથી મોટા સમાચાર, સુપરસ્ટાર અલ્લુ અર્જુનને કોર્ટે 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
Actor Allu Arjun: સૌથી મોટા સમાચાર, સુપરસ્ટાર અલ્લુ અર્જુનને કોર્ટે 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
LICની નવી સ્કીમ... મહિલાઓને દર મહિને મળશે 7000 રૂપિયા, જાણો કેવી રીતે કરશો અરજી
LICની નવી સ્કીમ... મહિલાઓને દર મહિને મળશે 7000 રૂપિયા, જાણો કેવી રીતે કરશો અરજી
Post office ની આ બચત યોજનામાં દર મહિને 20,000 રૂપિયાનું પેન્શન મળશે, FD કરતાં વધુ વ્યાજ
Post office ની આ બચત યોજનામાં દર મહિને 20,000 રૂપિયાનું પેન્શન મળશે, FD કરતાં વધુ વ્યાજ
લગ્ન પછી નિરાશ થયેલા પુરુષો માટે આ છે કાયદાકીય વિકલ્પો, જાણો કેવી રીતે અને ક્યાં થશે સુનાવણી
લગ્ન પછી નિરાશ થયેલા પુરુષો માટે આ છે કાયદાકીય વિકલ્પો, જાણો કેવી રીતે અને ક્યાં થશે સુનાવણી
ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?
ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
OnlyFans મોડલે 24 કલાકમાં 100 લોકો સાથે સંબંધ બાંધ્યા, હવે 1,000 પુરુષો સાથે નવો રેકોર્ડ બનાવવાનો ટાર્ગેટ
OnlyFans મોડલે 24 કલાકમાં 100 લોકો સાથે સંબંધ બાંધ્યા, હવે 1,000 પુરુષો સાથે નવો રેકોર્ડ બનાવવાનો ટાર્ગેટ
Embed widget