શોધખોળ કરો
Advertisement
આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વે પર ટ્રક સાથે અકસ્માત સર્જાયા બાદ વાનમાં આગ લાગી, 7 લોકો જીવતાં સળગ્યા
ઉન્નાવનાં ડીએમે 7 લોકોનાં મોતની પુષ્ટિ કરી હતી. યૂપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. અકસ્મતા થતાં જ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો
આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વેના ઉન્નાવમાં ટોલ પ્લાઝાની પાસે એક ટ્રક અને વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ત્યાર બાદ વાનમાં અચાનક આગ લાગી હતી. આ અકસ્માતમાં વાનમાં સવાર 7 લોકો જીવતા સળગી ગયા હતા. ઉન્નાવનાં ડીએમે 7 લોકોનાં મોતની પુષ્ટિ કરી હતી. યૂપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. અકસ્મતા થતાં જ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
ઉન્નાવનાં ડીએમ દેવેન્દ્ર કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં કુલ 7 મૃતદેહ મળી આવ્યાં હતાં. વાન ઉન્નાવનાં અંકિત બાજપેયીનાં નામથી રજિસ્ટર્ડ છે. એ સ્પષ્ટ નથી કે તે વાનમાં હતો કે નહીં. ગાડીમાં રહેલા લોકો ક્યાંનાં હતા તે હજુ જાણી શકાયું નથી.
આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર ઉન્નાવમાં ટોલ પ્લાઝાની પાસે એક વાન આવી રહી હતી. રોંગ સાઈડથી આવવાનાં કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યો હતો. બાંગરમઉ ક્ષેત્રમાં થયેલા આ અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનાં ટોળાં વળ્યાં હતાં અને ઘટનાસ્થળે ફાયર બ્રિગેડને મોકલવામાં આવી હતી. અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement