શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રઃ ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં કારનું પડીકું, કાર સવાર 9 લોકોનાં મોત
કાર-ટ્રક વચ્ચેનો અકસ્માત એટલો ભયંકર હતો કે કારના કૂરચે કૂરચા ઉડી ગયા છે.
પુણે: મહારાષ્ટ્રનાં પુણેમાં પુણે-સોલાપુર હાઇવે પર ગત મોડી રાત્રે એક કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર 9 લોકોનાં મોત થયા છે. આ ગોજારો અકસ્માત પુણેનાં કદમવાક વસ્તી ગામ નજીક થયો હતો. તમામ મૃતકો પુણેનાં યવત ગામનાં રહેવાસી છે. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાં સ્થળે દોડી આવ્યા હતા. તમામ મૃતદેહ નજીકની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે તથા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે કાર-ટ્રક વચ્ચેનો અકસ્માત એટલો ભયંકર હતો કે કારના કૂરચે કૂરચા ઉડી ગયા છે. હાલ રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. કહેવાય છે કે અકસ્માતનો ભોગ બનનાર વિદ્યાર્થીઓ છે.
કહેવાય છે કે, પરત ફરતા સમયે ડ્રાઈવરે કાર પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું અને કાર ડિવાઈડર તોડીને બીજી દિશામાંથી આવી રહેલ ટ્રક સાથે ટકરાઈ હતી. તમામ વિદ્યાર્થીઓની ઘટના સ્થળે જ મોત થયું છે.
માર્યા ગયેલ વિદ્યાર્થીઓના નામ અક્ષય ભારત વાઈકર, વિશાલ સુભાષ યાદવ, નિખિલ ચંદ્રકાંત બાબલે, સોનૂ ઉર્ફ નૂર મહમદ અબ્બાસ દાયા, પરવેઝ આશપાક અત્તાર, શુભમ રામદાસ ભિસે, અક્ષય ચંદ્રકાંત ધિગે, દત્તા ગણેશ યાદવ અને જુબેર અજિજ મુલાંની મયતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
બોલિવૂડ
Advertisement