શોધખોળ કરો

Sasaram Railway Station: સાસારામ-પટના પેસેન્જર ટ્રેનમાં લાગી આગ, રેલવે સ્ટેશન પર મચી અફરાતફરી

Sasaram Railway Station:

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સાસારામ સ્ટેશન પર પેસેન્જર ટ્રેનના B-3 કોચમાં આગ લાગી.
  • મુસાફરોને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.
  • ફાયર બ્રિગેડ અને રેલવે અધિકારીઓએ આગ પર કાબુ મેળવ્યો.
  • મધ્યપ્રદેશમાં રાજધાની એક્સપ્રેસમાં પણ આગ લાગવાની ઘટના બની.

Sasaram Railway Station: બિહારના રોહતાસ જિલ્લામાં આવેલા સાસારામ રેલ્વે સ્ટેશન પર ઉભી રહેલી સાસારામ-પટના પેસેન્જર ટ્રેનમાં આગ લાગી હતી. ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને વરિષ્ઠ રેલવે અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટના સોમવારે સવારે 5:45 વાગ્યે બની હતી. હંમેશાની જેમ ટ્રેન પ્લેટફોર્મ નંબર 6 પર ઉભી રહી હતી. તેમાં મુસાફરો બેસી રહ્યા હતા ત્યારે અચાનક કોચ B-3ના ટોઇલેટમાંથી ધૂમાડો બહાર નીકળતો જોવા મળ્યો હતો. 

મોટી દુર્ઘટના ટળી, બધા મુસાફરો સુરક્ષિત

સદનસીબે તે સમયે કોચમાં વધારે ભીડ નહોતી. આગની માહિતી મળતાં રેલવે કર્મચારીઓ અને સુરક્ષા દળોએ ઝડપથી કાર્યવાહી કરી, મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. ઘટનાસ્થળે પહોંચેલા રેલવે સ્ટાફ, સ્થાનિક કર્મચારીઓ અને ફાયર બ્રિગેડની ટીમે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો. આ તત્પરતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી અને કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી.

સાસારામ આરપીએફના ઇન્સ્પેક્ટર સંજીવ કુમારે સત્તાવાર રીતે પુષ્ટી કરી હતી કે આ ઘટનામાં કોઈ મુસાફર ઘાયલ થયો નથી. સમયસર કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. 

આ પણ વાંચોઃ રાજધાની એકસપ્રેસમાં B1 કોચમાં લાગી ભીષણ આગ, સવાર 68 યાત્રી સલામત

અગાઉ મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં રવિવારે રાજધાની એક્સપ્રેસમાં આગ લાગી હતી. રતલામમાં ભારતીય રેલવેના કોટા વિભાગ હેઠળ વિક્રમગઢ આલોટ અને લુનિરિછા સ્ટેશનો વચ્ચે દિલ્હી જતી તિરુવનંતપુરમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસના એસી કોચમાં સવારે 5:15 વાગ્યે આગ લાગી હતી. પીટીઆઈના અહેવાલ મુજબ, અધિકારીઓએ જણાવ્યું હતું કે આના કારણે મુંબઈ-દિલ્હી રૂટ પર ઘણી ટ્રેનોની અવરજવરને અસર થઈ હતી.  

આગ લાગવા પાછળનું કારણ હાલમા જાણી શકાયું નથી. તપાસ બાદ જ ચોક્કસ કારણ જાણી શકાશે. આરપીએફએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા પછી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે. સાસારામ-પટના ફાસ્ટ પેસેન્જર ટ્રેનના એક કોચમાં આગ લાગી હતી.  શોર્ટ સર્કિટની આગ લાગી હોવાની આશંકા છે.                                   

Frequently Asked Questions

સાસારામ રેલ્વે સ્ટેશન પર કઈ ટ્રેનમાં આગ લાગી હતી?

સાસારામ-પટના પેસેન્જર ટ્રેનમાં આગ લાગી હતી. આ ઘટના સોમવારે સવારે 5:45 વાગ્યે પ્લેટફોર્મ નંબર 6 પર બની હતી.

શું આ ઘટનામાં કોઈ મુસાફર ઘાયલ થયો હતો?

ના, સદનસીબે આ ઘટનામાં કોઈ મુસાફર ઘાયલ થયો નથી. બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

આગ કયા કોચના ટોઇલેટમાંથી શરૂ થઈ હતી?

આગ કોચ B-3ના ટોઇલેટમાંથી શરૂ થઈ હતી. જ્યારે મુસાફરો બેસી રહ્યા હતા ત્યારે ધૂમાડો નીકળતો જોવા મળ્યો હતો.

આગ પર કેવી રીતે કાબૂ મેળવવામાં આવ્યો?

ફાયર બ્રિગેડ, રેલવે કર્મચારીઓ અને સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget