Video: રસ્તા પર પુરપાટ ઝડપે દોડી સ્કૂટી, બીજી જ ક્ષણે મળી ઝડપની સજા
Viral Video: હાલમાં જ સોશિયલ મીડિયા પર એક અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ રોડ પર પૂરપાટ ઝડપે સ્કૂટી ચલાવતી વખતે અકસ્માતનો ભોગ બને છે. જેને જોઈને બધા દંગ રહી જાય છે.
Accident Viral Video: સોશિયલ મીડિયા પર આપણને રોડ એક્સિડન્ટના ઘણા વીડિયો જોવા મળે છે. જેને જોઈને યુઝર્સની આંખો ફાટી જાય છે. મોટાભાગના માર્ગ અકસ્માતો બેજવાબદાર ડ્રાઇવિંગ અને વધુ ઝડપને કારણે થાય છે. અકસ્માતોના આ વીડિયોમાં યુઝર્સને સુરક્ષિત રહેવાની અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ બંધ કરવાની સલાહ આપવામાં આવે છે. આ જ કારણ છે કે અકસ્માતોના વીડિયો ઝડપથી વાયરલ થતા રહે છે.
હાલમાં જ આવા જ એક અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને યુઝર્સ નારાજ થઈ ગયા છે. આ વીડિયો રોડ પર જતા એક બાઇક સવારે પોતાના કેમેરામાં રેકોર્ડ કર્યો છે. અકસ્માતમાં એક સ્કૂટી સવાર ખૂબ જ જોખમી રીતે રોડ પર હંકારી રહ્યો હતો. જેની સજા તેને બીજી જ ક્ષણે મળી જાય છે. અકસ્માતને કારણે સ્કુટી સવારના ચહેરા પર ગંભીર ઈજા થઈ હોઇ તેવું વીડિયો પરથી લાગી રહ્યું છે.
Now, why you need the right tyres!
— Harsh Goenka (@hvgoenka) March 16, 2023
pic.twitter.com/eOgai1cUNe
બેદરકારીના કારણે અકસ્માત
આ વાયરલ વીડિયો RPG એન્ટરપ્રાઈઝના ચેરમેન અને બિઝનેસમેન હર્ષ ગોએન્કાએ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ કર્યો છે. વીડિયોમાં એક સ્કૂટી સવાર ખૂબ જ ખતરનાક રીતે રોડ પર સ્કૂટી ચલાવતો જોવા મળી રહ્યો છે. જે દરમિયાન તે પોતાનું વાહન વિચિત્ર રીતે ચલાવતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે સ્કૂટી પરથી કાબુ ગુમાવ્યો અને રોડ પર ગયો હતો. જે દરમિયાન તેને ઘણી ઈજા પણ થઈ હતી.
વીડિયો જોઇ લોકો ચૌકી ગયા
સ્કૂટી પડતાની સાથે જ હેલ્મેટ ન પહેરવાને કારણે વ્યક્તિના ચહેરા પર પણ ગંભીર ઈજા થઈ હતી. વીડિયો શેર કરતા હર્ષ ગોએન્કાએ લખ્યું છે કે હવે તમે જાણો છો કે યોગ્ય ટાયર શા માટે જરૂરી છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને સમાચાર લખાય છે ત્યાં સુધી એક લાખ 19 હજારથી વધુ વખત જોવામાં આવી ચુક્યા છે. તે જ સમયે મોટાભાગના યુઝર્સ કહે છે કે રસ્તા પર બેદરકારીથી ડ્રાઇવિંગનું પરિણામ આવું જ આવે..