કેરળમાં ભારે વરસાદની વચ્ચે અનોખા લગ્ન, મોટા વાસણમાં બેસીને લગ્મ મંડપ સુધી પહોંચ્યા નવ દંપતિ
મોટા રસોઈના વાસણમાં બેસીને લગ્ન માટે જઈ રહેલા આકાશ અને ઐશ્વર્યાનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
એક તરફ જ્યાં કેરળમાં ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાય છે. ત્યારે એક સ્વાસ્થ્યકર્મી દંપતિ સોમવારે જળમગ્ન સડકો પર એલ્યુમિનિયમના એક મોટા વાસણમાં બેસીને લગ્નના મંડપ સુધી પહોંચ્યા અને લગ્નના બંધનમાં બંધાયા. થલાવડીમાં એક મંદિર નજીક જળમગ્ન લગ્નમંડપમાં બંન્ને લગ્નના બંધનમાં જોડાયા.
લગ્નમાં કેટલાક ગણ્યાગાંઠ્યા જ સંબંધીઓ આવ્યા હતા. આકાશ અને એશ્વર્યા નામના આ નવ દંપતિનો વીડિયો હાલ તો સોશલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. થલાવડી જિલ્લામાં વધતા જળસ્તરનું રિપોર્ટિંગ કરવા માટે એક મીડિયાકર્મી ત્યાં પહોંચ્યા હતા. જ્યાં પૂરની વચ્ચે આ અનોખા લગ્નની માહિતી મળતા જ રિપોર્ટર ત્યાં પહોંચી ગયા હતા. જ્યાં નવવિવાહિત દંપતિએ જણાવ્યું હતુ કે કોરોનાની મહામારીને લીધે તેઓએ થોડા જ સંબંધીઓને આમંત્રિત કર્યા હતા.
તેમણે જણાવ્યું કે તેમના લગ્ન સોમવારે નક્કી થયા હતા. અને શુભ મુહૂર્તને લીધે તેઓ લગ્નને ટાળવા નહોતા ઈચ્છતા. એટલા માટે જ તેઓ થોડા દિવસ અગાઉ જ મંદિર આવી પહોંચ્યા હતા. પરંતુ છેલ્લા દિવસોમાં વરસેલા ધોધમાર વરસાદથી મંદિરમાં પાણી ભરાઈ ગયુ હતુ. જેથી તેઓએ આ રીતે વાસણમાં બેસીને લગ્ન મંડપ સુધી પહોંચ્યા હતા. બંન્ને સ્વાસ્થ્ય કર્મી આકાશ અને એશ્વર્યા ચૈંગન્નુરની એક હોસ્પિટલમાં કામ કરે છે.
મોટા રસોઈના વાસણમાં બેસીને લગ્ન માટે જઈ રહેલા આકાશ અને ઐશ્વર્યાનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આકાશે પીટીઆઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમની વચ્ચે આંતરજાતીય સંબંધો હતા જેનો ઐશ્વર્યાના એક કાકાએ વિરોધ કર્યો હતો અને તેથી તેઓએ 5 ઓક્ટોબરના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ, તેઓએ વિલંબ કર્યા વિના હિન્દુ વિધિ મુજબ લગ્ન કરવાનું નક્કી કર્યું, પરંતુ અહીંના થાકાજીમાં તેમના ઘર નજીકના મોટાભાગના મંદિરોમાં લગ્ન માટે 15 દિવસ અગાઉથી બુકિંગ કરવાની વાત કરી રહ્યા હતા. અંતે, તેને થલાઇવાડીમાં એક મંદિર મળ્યું, જે સોમવારે લગ્ન સમારંભનું આયોજન કરવા માટે સંમત થયું.
બંને કોવિડ ડ્યુટી પર છે
તેમણે કહ્યું કે રવિવારે, મંદિરમાંથી કોઈએ તેમને પૂછવા માટે ફોન કર્યો હતો કે શું તેઓ લગ્ન મુલતવી રાખવા તૈયાર છે કારણ કે સ્થળ પાણીથી ભરાઈ ગયું છે. પરંતુ તે બંને આરોગ્ય કર્મચારીઓ છે જેઓ કોવિડ ડ્યુટી પર છે, તેથી તેઓ પોતે જ જાણતા ન હતા કે તેમને લગ્ન માટે ક્યારે રજા મળશે. તેથી તેઓએ તેને મુલતવી ન રાખવાનો નિર્ણય કર્યો. આ પછી મંદિરના સત્તાવાળાઓએ કહ્યું કે તેઓ તેમને સ્થળ પર લઈ જવા માટે જરૂરી વ્યવસ્થા કરશે.