શોધખોળ કરો

પંજાબમાંથી આમ આદમી પાર્ટી રાજ્યસભામાં ભારતના કયા પૂર્વ ક્રિકેટરને મોકલશે ? જાણો વિગત

પંજાબમાં કુલ 117 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 92 બેઠકો જીતી છે. આમ આદમી પાર્ટી પંજાબમાંથી રાજ્યસભા માટે ભારતનના પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ અને દિલ્હીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢાને મોકલશે.

Aam Aadmi Party News: પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ પક્ષોને હરાવીને ધમાકેદાર જીત મેળવી હતી. ગત વખતની સરખામણીમાં આ વખતે પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પંજાબમાં કુલ 117 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 92 બેઠકો જીતી છે. આમ આદમી પાર્ટી પંજાબમાંથી રાજ્યસભામાં ભારતનના પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ,  ડો, સંદીપ પાઠક અને દિલ્હીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢાને મોકલશે.

બે વખત અપાવ્યો છે વિશ્વકપ

હરભજન સિંહએ ભારતને બે વિશ્વકપમાં જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં 2007 ટી20 વિશ્વકપ અને 2021માં ક્રિકેટ વિશ્વકપમાં ભજ્જીએ ભારતના સ્પિન બોલિંગ યૂનિટની આગેવાની કરી હતી. હરભજનના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 700થી વધુ વિકેટ છે.

ગત વર્ષે નિવૃત્તિ કરી હતી જાહેર

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર રહેલા હરભજનસિંહે ડિસેમ્બર 2021માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી હતી. હરભજનસિંહે 23 વર્ષના કરિયરમાં અનેક રેકોર્ડ બનાવ્યા અને તોડ્યા છે. હરભજનસિંહે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવી દિગ્ગજ ટીમો સામે જીત મેળવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમાં વર્ષ 2001માં રમાયેલી ચેન્નઇ ટેસ્ટમાં હરભજનસિંહે 15 વિકેટ લીધી હતી.

વર્ષ 2001માં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસ પર આવી હતી. અહી ત્રણ ટેસ્ટ મેચની સીરિઝ રમવાની હતી. સીરિઝની ત્રીજી ટેસ્ટ 18 માર્ચથી શરૂ થઇ હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ વોએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનિંગમાં મૈથ્યુ હેડન અને મિચલ સ્લેટર આવ્યા હતા. આ મેચમાં હરભજનસિંહે ત્રણ ખેલાડીઓને જીરો પર આઉટ કર્યા હતા. આ મેચમાં 203 રનની ઇનિંગ રમનારા હેડનને હરભજનસિંહે આઉટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાનો કુલ સ્કોર 391 રન હતો.

ઓસ્ટ્રેલિયા સામે મોટો સ્કોર ચેઝ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 501 રન બનાવ્યા હતા. જેમાં સચિને સદી અને લક્ષ્મણે અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં હરભજનસિંહે કહેર વર્તાવ્યો હતો અને ઓસ્ટ્રેલિયાની આઠ વિકેટ ઝડપી હતી. આ તેના કરિયરનો સર્વશ્રેષ્ઠ દેખાવ રહ્યો હતો. હરભજનસિંહના દેખાવના કારણે ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગમાં ફક્ત 264 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી અને ટીમ ઇન્ડિયાનો બે વિકેટે વિજય થયો હતો.  હરભજનસિંહે આ સીરિઝમાં કુલ 32 વિકેટ ઝડપી હતી. સીરિઝમાં તેના દેખાવની ખૂબ પ્રશંસા થઇ હતી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 

વિડિઓઝ

Sonia Gandhi Voter ID Case: વોટર લિસ્ટ વિવાદમાં કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
જમ્મુ કાશ્મીરના આકિબ નબીથી યૂપીના આકિબ ખાન સુધી, 5 અનકેપ્ડ ફાસ્ટ બોલર IPL ઓક્શનમાં બની શકે છે કરોડપતિ
જમ્મુ કાશ્મીરના આકિબ નબીથી યૂપીના આકિબ ખાન સુધી, 5 અનકેપ્ડ ફાસ્ટ બોલર IPL ઓક્શનમાં બની શકે છે કરોડપતિ
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
Embed widget