શોધખોળ કરો
Advertisement
AAP નેતા સંજયસિંહે કહ્યુ- નિર્ભયાના દોષિતોને ફાંસીમાં વિલંબ માટે ભાજપ માફી માંગે
નિર્ભયાના દોષિતોને ફાંસીના મામલે ભાજપે દિલ્હીની આપ સરકારને ઘેરતા આરોપ લગાવ્યો હતો કે તેમના કારણે ફાંસીમાં મોડું થઇ રહ્યું છે.
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે ભાજપ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, નિર્ભયાના દોષિતોને ફાંસીમાં મોડું થઇ રહ્યું છે આ માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે કારણ કે દિલ્હીનો લો એન્ડ ઓર્ડર કેન્દ્ર સરકાર પાસે છે. નિર્ભયાના દોષિતોને ફાંસીના મામલે ભાજપે દિલ્હીની આપ સરકારને ઘેરતા આરોપ લગાવ્યો હતો કે તેમના કારણે ફાંસીમાં મોડું થઇ રહ્યું છે.
સંજય સિંહે કહ્યું કે ભાજપ ચૂંટણીના પ્રભારી અને કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે નિવેદન આપ્યું છે કે નિર્ભયાના દોષિતોને સજા આપવામાં દિલ્હી સરકારના કારણે વિલંબ થઇ રહ્યો છે.આ ખૂબ હાસ્યાપદ અને ખોટું નિવેદન છે. દોષિતોની દયા અરજીને ફગાવવા માટે અમે તરત નિર્ણય લીધો. ભાજપે પોતાના જૂઠ માટે માફી માંગવી જોઇએ. આખો દેશ જાણે છે કે પોલીસ અને કાયદો વ્યવસ્થા ભાજપ પાસે છે તેમ છતાં કેન્દ્રિય મંત્રી જાવડેકર દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ફાંસીમાં વિલંબ માટે કેન્દ્ર સરકાર માફી માંગે.
જાવડેકરે કહ્યું કે, આ મામલામાં મોતની સજાની વિરુદ્ધમાં દોષિતોની અરજીને સુપ્રીમ કોર્ટ દ્ધારા 2017માં ફગાવ્યા બાદ પણ દોઢ વર્ષ સુધી દિલ્હી સરકારે આ લોકોને નોટિસ આપી નહોતી. સુપ્રીમ કોર્ટના આદેશના એક સપ્તાહની અંદર તમામ દોષિતોને જો આપ સરકારે નોટિસ મોકલી દીધી હોત તો અત્યાર સુધી તેમને ફાંસી અપાઇ ચૂકી હોત અને દેશને ન્યાય મળી ચૂક્યો હોત.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ
Advertisement