શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પ્રચંડ જીત પર કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, I Love You કહીને દિલ્હીનો આભાર માન્યો, કહ્યું- દિલ્હીએ નવી રાજનીતિને આપ્યો જન્મ
અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી 63થી વધુ સીટો પર આગળ ચાલી રહી છે અને ભાજપ માત્ર 7 સીટ પર અટકી છે. આ વખતે આમ આદમી પાર્ટીએ તમામ 70 સીટ પર ઉમેદવારો ઉતાર્યા હતા. ભાજપે 67 અને કોંગ્રેસ 66 સીટ પર ઉમેદવારો ઉતાર્યા હતા
નવી દિલ્હી: રાજધાની દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં એકવાર ફરી આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. અત્યાર સુધીના વલણો પરથી એ સ્પષ્ટ છે કે દિલ્હીમાં ત્રીજીવાર કેજરીવાલની સરકાર બનવા જઈ રહી છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી 63થી વધુ સીટો પર આગળ ચાલી રહી છે અને ભાજપ માત્ર 7 સીટ પર અટકી છે.
આ પ્રચંડ જીત બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું, દિલ્હીના લોકોએ ગજબ કરી દીધું. આઈ લવ યૂ. તમામ દિલ્હીવાસીઓનો દિલથી આભાર. ત્રીજી વખત આપના પુત્ર પર વિશ્વાસ મુકવા બદલ દિલ્હીવાસીઓનો હ્રદયથી આભાર વ્યક્ત કરું છું. આ દરમિયાન મંચ પર કેજરીવાલ સાથે તેમના પત્ની પણ હતા, તે સિવાય સંજય સિંહ, રાઘવ ચડ્ઢા અને સંજય સિંહ ઉપસ્થિત હતા.
કાર્યકર્તાઓને પાર્ટીના ઓફિસથી સંબોધન કરતા કહ્યું કે, કેજરીવાલે કહ્યું કે, દિલ્હીના લોકોએ એક નવી રાજનીતિને જન્મ આપ્યો છે‘કામની રાજનીતિ’. આ દેશ માટે એક શુભ સંકેત છે હું AAPના તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું, જેઓએ મનથી માર્ટીને જીતાડવા માટે કામ કર્યું.#WATCH Delhi: AAP chief Arvind Kejriwal at the party office says, "Dilli walon ghazab kar diya aap logon ne! I love you." #DelhiElectionResults pic.twitter.com/8LeW9fr4EL
— ANI (@ANI) February 11, 2020
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું પ્રભુ હનુમાનજીનો પણ ખૂબ ખૂભ આભાર વ્યક્ત કરવા માંગું છું કે જેમણે દિલ્હી પર પોતાની કૃપા વરસાવી. આજે મંગળવાર છે અને તેમણે પોતાનો આશીર્વાદ દિલ્હીને આપ્યો છે. હું પ્રાર્થના કરું છે હંમેશા તેમનો આશીર્વાદ દિલ્હીને રહે અને દિલ્હીને સુંદર અને ખૂબજ સ્વચ્છ બની રહે.AAP chief Arvind Kejriwal: This is the beginning of a new kind of politics. This is a new sign. pic.twitter.com/rHGAg9znwK
— ANI (@ANI) February 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion