શોધખોળ કરો

AAPમાં ભડકો: કેજરીવાલ અને સિસોદિયાનો માસ્ટરપ્લાન તૈયાર, રાઘવ ચઢ્ઢાની વધી જશે મુશ્કેલીઓ!

AAPના 2/3 સાંસદોના ભાજપમાં જોડાવાના દાવા વચ્ચે કેજરીવાલ-સિસોદિયાની બેઠક; 3 સાંસદો સામે થશે એક્શન.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાઘવ ચઢ્ઢા સહિત રાજ્યસભા સાંસદોએ AAP છોડી ભાજપમાં જોડાવાનો દાવો કર્યો.
  • અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ બળવાખોર સાંસદો સામે કડક કાર્યવાહીનો નિર્ણય લીધો.
  • પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ સાંસદોને ગેરલાયક ઠેરવવા રાજ્યસભા અધ્યક્ષને પત્ર લખાશે.
  • રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, અશોક મિત્તલ સામે પક્ષપલટાની ફરિયાદ નોંધાવાશે.

Raghav Chadha joins BJP: આમ આદમી પાર્ટી (AAP) અત્યારે મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે. રાઘવ ચઢ્ઢાના નેતૃત્વમાં 2/3 જેટલા રાજ્યસભાના સાંસદોએ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનો દાવો કર્યા બાદ દિલ્હીથી લઈને રાષ્ટ્રીય રાજકારણ ગરમાયું છે. આ કટોકટીનો સામનો કરવા માટે શુક્રવારે (24 એપ્રિલ) મોડી રાત્રે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા વચ્ચે અડધો કલાક લાંબી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બળવો કરનાર રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ સહિતના નેતાઓ સામે કડક કાર્યવાહી કરીને તેમનું સાંસદ પદ રદ કરાવવા માટે રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં રાજકોટ મ્યુનિસિપલ ચૂંટણીના પ્રચારમાંથી શુક્રવારે મોડી રાત્રે દિલ્હી પરત ફરેલા મનીષ સિસોદિયા સીધા જ એરપોર્ટથી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે 30 મિનિટથી વધુ સમય સુધી ચર્ચા ચાલી હતી. આ બેઠકમાં પાર્ટીમાં પડેલા મોટા ભંગાણ, તેની આવનારા સમયમાં પાર્ટી પર પડનારી સંભવિત અસર અને હવે આગળ શું કરવું તેની ભવિષ્યની રણનીતિને લઈને ગહન મંથન કરવામાં આવ્યું હતું.

કેજરીવાલ અને સિસોદિયાએ બળવાખોર સાંસદોની મુશ્કેલીઓ વધારવા માટે કમર કસી છે. પાર્ટી હવે રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખીને આ નેતાઓ સામે પગલાં લેવા રજૂઆત કરશે. AAP ના રાજ્યસભાના ચીફ વ્હિપ એનડી ગુપ્તા દ્વારા રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ વિરુદ્ધ પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કડક કાર્યવાહીની માંગ કરતો પત્ર સોંપવામાં આવશે. નોંધનીય છે કે આ 3 નેતાઓ ખુલ્લેઆમ ભાજપની છાવણીમાં જોડાઈ ગયા છે, જ્યારે અન્ય 4 નેતાઓએ હજુ સુધી જાહેરમાં આવું કર્યું નથી, તેથી હાલ પૂરતી આ 3 નેતાઓ સામે જ ઔપચારિક ફરિયાદ નોંધાવવામાં આવશે.

આ મામલે AAP ના વરિષ્ઠ નેતા સંજય સિંહે પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખીને બંધારણની 10મી અનુસૂચિનો હવાલો આપશે અને આ સાંસદોને ગેરલાયક ઠેરવવાની માંગ કરશે. બંધારણની 10મી અનુસૂચિમાં પક્ષપલટાના આધારે સાંસદોને ગેરલાયક ઠેરવવાની સ્પષ્ટ જોગવાઈઓ છે.

ઉલ્લેખનીય છે કે 24 એપ્રિલના રોજ રાઘવ ચઢ્ઢાના નેતૃત્વમાં અશોક કુમાર મિત્તલ, સંદીપ પાઠક, હરભજન સિંહ, રાજીન્દર ગુપ્તા, વિક્રમજીત સિંહ સાહની અને સ્વાતિ માલીવાલે AAP નો સાથ છોડીને ભાજપમાં જવાનો નિર્ણય લીધો હતો. પાર્ટીમાં આ વિવાદ અને આંતરિક નારાજગી છેલ્લા ઘણા અઠવાડિયાથી ચાલી રહી હતી, પરંતુ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ આ મતભેદો સપાટી પર આવ્યા અને આખરે તેણે બળવાનું રૂપ લઈ લીધું હતું.

Frequently Asked Questions

આમ આદમી પાર્ટી (AAP) માં શું કટોકટી આવી છે?

રાઘવ ચઢ્ઢાના નેતૃત્વ હેઠળ રાજ્યસભાના 2/3 સાંસદોએ AAP છોડીને ભાજપમાં જોડાવાનો દાવો કર્યો છે, જેના કારણે પાર્ટીમાં મોટા સંકટની સ્થિતિ સર્જાઈ છે.

AAP દ્વારા બળવાખોર સાંસદો સામે શું કાર્યવાહી કરવામાં આવશે?

AAP દ્વારા રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખીને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ સહિતના સાંસદો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવશે.

આ કાર્યવાહી કયા આધારે કરવામાં આવશે?

બંધારણની 10મી અનુસૂચિનો હવાલો આપીને આ સાંસદોને પક્ષપલટાના આધારે ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવશે, જેમાં આવા કૃત્યો માટે સ્પષ્ટ જોગવાઈઓ છે.

આ વિવાદ ક્યારે સપાટી પર આવ્યો?

પાર્ટીમાં આંતરિક નારાજગી ઘણા અઠવાડિયાથી ચાલી રહી હતી, પરંતુ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ મતભેદો સપાટી પર આવ્યા અને બળવાનું રૂપ લઈ લીધું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026 :શું તમે જાણો છો, અંગ્રજો સામે પ્રથમ સ્વતંત્રતાનું આંદોલન ક્યારે અને કયાંથી શરૂ થયું હતું?
Independence Day 2026 :શું તમે જાણો છો, અંગ્રજો સામે પ્રથમ સ્વતંત્રતાનું આંદોલન ક્યારે અને કયાંથી શરૂ થયું હતું?
15 August: દેશના 10 એવા કાયદા, જે આઝાદી પછી સૌથી વધુ બદલાયા
15 August: દેશના 10 એવા કાયદા, જે આઝાદી પછી સૌથી વધુ બદલાયા

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Embed widget