શોધખોળ કરો

શું ભારત કરાવશે ઈરાન-અમેરિકા વચ્ચે સમાધાન? રાજનાથ સિંહે આપ્યા મોટા સંકેત!

Iran-US War: રક્ષા મંત્રીએ જર્મનીમાં કહ્યું- વડાપ્રધાને ટ્રમ્પ અને ઈરાની રાષ્ટ્રપતિ સાથે વાત કરી હતી. બીજી તરફ, ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા નિષ્ફળ જતા ટ્રમ્પે યુદ્ધવિરામ અનિશ્ચિત સમય માટે લંબાવ્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતે અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થીનો પ્રયાસ કર્યો.
  • વડાપ્રધાન મોદીએ બંને દેશોના રાષ્ટ્રપતિ સાથે વાત કરી.
  • ઇસ્લામાબાદમાં 21 કલાકની વાતચીત ફળદાયી રહી નથી.
  • યુદ્ધવિરામ લંબાવ્યો, આગળની વાટાઘાટો મુલતવી રખાઈ.

Iran-US War: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને તાજેતરના યુદ્ધવિરામ વચ્ચે ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે એક મોટું નિવેદન આપ્યું છે. જર્મનીના પ્રવાસે ગયેલા રક્ષા મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે ભારતે બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો અને ભવિષ્યમાં પણ ભારત આ મામલે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશોના નેતાઓ સાથે ફોન પર વાત પણ કરી હતી. બીજી તરફ, 8 એપ્રિલે જાહેર થયેલા યુદ્ધવિરામ બાદ ઇસ્લામાબાદમાં બંને દેશો વચ્ચે થયેલી શાંતિ વાટાઘાટો કોઈ પરિણામ વિના પૂરી થઈ છે અને આગળની બેઠક મુલતવી રહેતા અમેરિકાએ યુદ્ધવિરામનો સમય અનિશ્ચિત મુદત માટે લંબાવી દીધો છે.

જર્મનીમાં રાજનાથ સિંહનું મોટું નિવેદન

જર્મનીમાં એક કાર્યક્રમ દરમિયાન જ્યારે રાજનાથ સિંહને પૂછવામાં આવ્યું કે શું પશ્ચિમ એશિયાની આ કટોકટીમાં ભારત શાંતિ દૂત બની શકે? ત્યારે તેમણે બહુ જ બેલેન્સ્ડ જવાબ આપતા કહ્યું, "ભારતે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. પણ તમે જાણો છો કે જ્યારે કોઈ કટોકટી હોય, ત્યારે સમસ્યાઓ પણ હોય છે. દરેક વસ્તુ માટે એક યોગ્ય સમય હોય છે." તેમણે ઈશારો કર્યો કે કદાચ કાલે એવો સમય આવે જ્યારે ભારત આમાં સફળતાપૂર્વક પોતાની ભૂમિકા ભજવે. આપણે આ શક્યતાને નકારી શકીએ નહીં.

પીએમ મોદીએ બંને દેશોના રાષ્ટ્રપતિ સાથે વાત કરી

રક્ષા મંત્રીએ એ વાતનો પણ ખુલાસો કર્યો કે પીએમ નરેન્દ્ર મોદીએ જાતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ બંને નેતાઓને યુદ્ધ ખતમ કરવા માટે અપીલ કરી હતી. રાજનાથ સિંહે ઉમેર્યું કે ડિપ્લોમસી (રાજદ્વારી બાબતો)માં પીએમ મોદીનો અભિગમ હંમેશાં ખૂબ જ સંતુલિત રહ્યો છે.

ઇસ્લામાબાદમાં 21 કલાક ચાલી વાટાઘાટો, પણ પરિણામ શૂન્ય

તમને જણાવી દઈએ કે 8 એપ્રિલના રોજ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થઈ હતી. આ પછી પાકિસ્તાન, ઇજિપ્ત અને તુર્કી બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરાવી રહ્યા છે. જેના ભાગરૂપે 11 અને 12 એપ્રિલે બંને દેશોના પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદ પહોંચ્યા હતા. અમેરિકા તરફથી જે.ડી. વાન્સ અને ઈરાન તરફથી એમ.બી. ગાલિબાફે આગેવાની લીધી હતી. બંને પક્ષો વચ્ચે સતત 21 કલાક સુધી લાંબી ચર્ચા ચાલી, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહીં. આખરે જે.ડી. વાન્સે એક નાનકડી પ્રેસ કોન્ફરન્સ કરી અને સીધા વોશિંગ્ટન રવાના થઈ ગયા.

બીજા રાઉન્ડની વાતચીત મુલતવી, ટ્રમ્પે યુદ્ધવિરામ લંબાવ્યો

પહેલા રાઉન્ડની વાતચીત ભલે નિષ્ફળ રહી, પણ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરના પ્રયાસોના વખાણ કર્યા હતા. આ પછી અસીમ મુનીર તેહરાન ગયા અને બંને દેશોને ફરી ટેબલ પર લાવવા રાજી કર્યા. પરંતુ વાતચીતના બીજા રાઉન્ડમાં ઈરાનનું પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદ પહોંચ્યું જ નહીં, જેને કારણે અમેરિકન ટીમ પણ ત્યાં ગઈ નહીં અને મંત્રણા મુલતવી રહી ગઈ. જોકે, આ બધાની વચ્ચે રાહતના સમાચાર એ છે કે શાહબાઝ શરીફ અને અસીમ મુનીરની વિનંતીને માન આપીને ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામને અનિશ્ચિત સમય માટે લંબાવી દીધો છે, જેથી ઈરાન કોઈ નક્કર પ્રસ્તાવ સાથે ફરીથી વાતચીત માટે તૈયાર થઈ શકે.

Frequently Asked Questions

શું ભારત અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી કરી શકે છે?

હા, ભારતે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો છે અને ભવિષ્યમાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. વડાપ્રધાન મોદીએ બંને દેશોના નેતાઓ સાથે વાત કરી હતી.

અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરની શાંતિ વાટાઘાટોનું શું પરિણામ આવ્યું?

ઈસ્લામાબાદમાં 21 કલાક ચાલેલી વાટાઘાટો કોઈ પરિણામ વિના પૂરી થઈ. આથી, અમેરિકાએ યુદ્ધવિરામનો સમય અનિશ્ચિત મુદત માટે લંબાવી દીધો છે.

શા માટે અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીતનો બીજો રાઉન્ડ મુલતવી રહ્યો?

વાતચીતના બીજા રાઉન્ડમાં ઈરાનનું પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ પહોંચ્યું નહીં, જેના કારણે અમેરિકન ટીમ પણ ત્યાં ગઈ નહીં અને મંત્રણા મુલતવી રહી.

વડાપ્રધાન મોદીએ અમેરિકા અને ઈરાનના નેતાઓ સાથે શું વાત કરી?

વડાપ્રધાન મોદીએ બંને દેશોના રાષ્ટ્રપતિઓ સાથે ફોન પર વાત કરી અને યુદ્ધ ખતમ કરવા માટે અપીલ કરી હતી. તેમનો અભિગમ હંમેશા સંતુલિત રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Advertisement

વિડિઓઝ

Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Gujarat rain live updates: સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા
Gujarat rain live updates: સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા
Surat Rain: વરસાદથી સુરતમાં સ્થિતિ બની વિકટ, નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા
Surat Rain: વરસાદથી સુરતમાં સ્થિતિ બની વિકટ, નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ
Chandipura Virus: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કાળોકેર, ગોધરામાં બે માસૂમ બાળકોના કરુણ મોતથી ફેલાયો ફફડાટ
Chandipura Virus: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કાળોકેર, ગોધરામાં બે માસૂમ બાળકોના કરુણ મોતથી ફેલાયો ફફડાટ
Gujarat Rain: આગામી 3 કલાક માટે હવામાન વિભાગની ચેતવણી, દ.ગુજરાત સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ, ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાક માટે હવામાન વિભાગની ચેતવણી, દ.ગુજરાત સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ, ધોધમાર વરસાદની આગાહી
Embed widget