શોધખોળ કરો

AAP સાંસદ અશોક મિત્તલના ઠેકાણાઓ પર EDના દરોડા, ગુરુગ્રામ અને પંજાબમાં કાર્યવાહી

AAP Rajya Sabha MP: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલના જલંધર સ્થિત ઘરે દરોડા પાડ્યા છે

AAP Rajya Sabha MP: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલના જલંધર સ્થિત ઘરે દરોડા પાડ્યા છે. મિત્તલને તાજેતરમાં રાઘવ ચઢ્ઢાના સ્થાને AAPના રાજ્યસભાના નાયબ નેતા બનાવવામાં આવ્યા છે. સમાચાર એજન્સી ANI એ અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ના કથિત ઉલ્લંઘન માટે AAP રાજ્યસભાના સાંસદ અને ઉપનેતા ડૉ. અશોક કુમાર મિત્તલ સાથે જોડાયેલા અનેક પરિસરોમાં દરોડા પાડ્યા છે.

ભગવંત માને સાધ્યું નિશાન 

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ ED ની કાર્યવાહી અંગે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું છે કે, "ભાજપ દ્ધારા પંજાબ ચૂંટણીની તૈયારીઓ શરૂ. ED એ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલના ઘર અને યુનિવર્સિટી પર દરોડા પાડ્યા. 

અશોક કુમાર મિત્તલ કોણ છે?

અશોક મિત્તલ પંજાબમાં લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના સ્થાપક છે, જે પંજાબની પ્રથમ ખાનગી યુનિવર્સિટી છે. તેઓ એક શિક્ષણવિદ અને સામાજિક કાર્યકર તરીકે ઓળખાય છે. રાજકારણીમાંથી શિક્ષણવિદ બનેલા અશોક કુમાર મિત્તલે 2022માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ એપ્રિલ 2022 માં રાજ્યસભાના સાંસદ બન્યા. ત્યારથી તેમણે સંરક્ષણ સમિતિ, નાણાં સમિતિ અને ફેબ્રુઆરી 2026માં રચાયેલી સમિતિ સહિત અનેક સંસદીય સમિતિઓમાં સેવા આપી છે.

તેમને ભારત-અમેરિકા સંસદીય મિત્રતા જૂથના સભ્ય તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે પહલગામ આતંકવાદી હુમલા બાદ તેઓ રશિયા, લાતવિયા, સ્લોવેનિયા, ગ્રીસ અને સ્પેનની મુલાકાત લેનારા ડીએમકે સાંસદ કનિમોઝીના નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનો ભાગ હતા.                                                                                 

ટોપ સ્ટોરી

મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Embed widget