આમ આદમી પાર્ટીની દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈ મોટી જાહેરાત, કૉંગ્રેસને ઝટકો આપ્યો
હવે કોંગ્રેસની આ હાર બાદ ઈન્ડિયા ગઠબંધનની પાર્ટીઓ દ્વારા પણ પાર્ટીને જોરદાર નિશાન બનાવવામાં આવી રહી છે. હવે આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.
હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસને હરિયાણામાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે પાર્ટી જમ્મુ-કાશ્મીરમાં પણ સારું પ્રદર્શન કરી શકી નથી. હવે કોંગ્રેસની આ હાર બાદ ઈન્ડિયા ગઠબંધનની પાર્ટીઓ દ્વારા પણ પાર્ટીને જોરદાર નિશાન બનાવવામાં આવી રહી છે. હવે આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. AAP પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું છે કે પાર્ટી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે લડશે.
કોંગ્રેસ પાર્ટી ઓવર કોન્ફિડન્ટ- પ્રિયંકા કક્કર
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું છે કે અમે દિલ્હી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડીશું. પ્રિયંકાએ કોંગ્રેસ પાર્ટીને ઓવર કોન્ફિડન્ટ પણ ગણાવી હતી. તેમણે કહ્યું કે એક તરફ અતિવિશ્વાસુ કોંગ્રેસ છે તો બીજી તરફ ઘમંડી ભાજપ છે. પ્રિયંકા કક્કરે કહ્યું કે અમે છેલ્લા 10 વર્ષમાં દિલ્હીમાં જે કર્યું છે તેના આધારે અમે ચૂંટણી લડીશું.
#WATCH | Delhi | AAP's National Spokesperson Priyanka Kakkar says, "We will contest Delhi (assembly) elections alone. On one side it's the overconfident Congress and on the other side, it's the arrogant BJP. We will contest the election based on what we have done in Delhi in the… pic.twitter.com/p3vXcox1ZO
— ANI (@ANI) October 9, 2024
કોઈએ ક્યારેય વધારે આત્મવિશ્વાસ ન રાખવો જોઈએ - કેજરીવાલ
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ મંગળવારે કહ્યું કે હરિયાણામાં ચૂંટણી પરિણામોનો સૌથી મોટો પાઠ એ છે કે ચૂંટણીમાં ક્યારેય વધારે આત્મવિશ્વાસ ન રાખવો જોઈએ. તેમણે કહ્યું હતું કે હરિયાણામાં ચૂંટણીના પરિણામોને લઈને સૌથી મોટો પાઠ એ છે કે ચૂંટણીમાં કોઈએ વધારે આત્મવિશ્વાસ ન રાખવો જોઈએ. તેમણે કહ્યું કે કોઈપણ ચૂંટણીને હળવાશથી ન લેવી જોઈએ. દરેક ચૂંટણી અને દરેક બેઠક મુશ્કેલ છે.
દિલ્હીમાં ચૂંટણી ક્યારે યોજાશે ?
આગામી વર્ષે 2025ની શરૂઆતમાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની ધારણા છે. વર્ષ 2020 માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કેન્દ્રશાસિત પ્રદેશમાં 70 માંથી 62 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપને 8 બેઠકો મળી હતી. કોંગ્રેસે રાજ્યમાં ખાતું પણ ખોલ્યું નથી. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2024માં, ભાજપે રાજ્યની તમામ 7 લોકસભા બેઠકો જીતી હતી.