શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ હટાવવાના સરકારના નિર્ણયને આ પાર્ટીઓએ આપ્યું સમર્થન
જમ્મુ કાશ્મીરથી જોડાયેલી કલમ 370 હટાવવાની મોદી સરકારની જાહેરાત પર વિપક્ષી દળોએ સંસદમાં સોમવારે જોરદાર હોબાળો કર્યો હતો.
નવી દિલ્હીઃજમ્મુ કાશ્મીરથી જોડાયેલી કલમ 370 હટાવવાની મોદી સરકારની જાહેરાત પર વિપક્ષી દળોએ સંસદમાં સોમવારે જોરદાર હોબાળો કર્યો હતો. કોગ્રેસ સહિતના અનેક પક્ષોએ મોદી સરકારના આ નિર્ણય પર ટીકા કરી હતી તો મોદી સરકારની વિરોધી પાર્ટીઓ આપ અને બીએસપી જેવી પાર્ટીઓએ સરકારનું સમર્થન કર્યુ હતું. બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી, બીજુ જનતા દળ, એઆઇએડીએમકે, વાયએસઆર કોગ્રેસ, સહિતની પાર્ટીઓએ સરકારને સમર્થન આપ્યુ હતું.
નોંધનીય છે કે આ પાર્ટીઓએ સરકારનો હિસ્સો નથી તેમ છતા તેમણે આ બિલને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ પાર્ટીઓ સિવાય શિવસેના, અકાલી દળ અને એનડીએના અન્ય સભ્યોએ આ બિલને સમર્થન આપ્યું છે અને મોદી સરકારના આ પગલાને ઐતિહાસિક ગણાવ્યું છે. બિહારમાં ભારતીય જનતા પાર્ટી સાથે સરકાર ચલાવી રહેલી જેડીયુએ આ ચર્ચા દરમિયાન રાજ્યસભામાંથી વોકઆઉટ કરી દીધું હતું. રાજ્યસભામા જેડીયુના 6 સાંસદ છે પરંતુ તે સંસદમાં સરકાર વિરુદ્ધ મત નહી આપે.
નોંધનીય છે કે મોદી સરકારે તાજેતરમાં જ રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ, યુએપીએ બિલ, મોટર વ્હીકલ બિલ પાસ કરાવ્યુ હતું. એવામાં તેની સામે આ પ્રસ્તાવને પાસ કરાવવામાં કોઇ મુશ્કેલી આવશે નહીં. સાંસદમાં એનડીએ પાસે 104થી વધુ સાંસદોનું સમર્થન છે તે સિવાય વિપક્ષના અનેક સાંસદોએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે એવામાં બહુમતનો આંકડો ઓછો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement