શોધખોળ કરો
હાઉડી મોદીના મંચથી બોલ્યા PM મોદી- અમેરિકામાં અબકી બાર ટ્રમ્પ......
પીએમ મોદીએ ટ્રમ્પના નેતૃત્વના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, ટ્રમ્પને કોઈ ઓળખની જરૂરત નથી.

નવી દિલ્હીઃ ટેસ્સાના હ્યૂસ્ટનમાં આયોજિત હાઉડી મોદી કાર્યક્રમમાં પીએમ મોદીએ આગામી અમેરિકન ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને અપીલ કરી હતી. તેમણે 50 હજાર લોકોથી ભરેલ એનઆરજી સ્ટેડિયમમાં નારો આપ્યો ‘અબકી બાર ટ્રમ્પ સરકાર’. પીએમ મોદીએ ટ્રમ્પના નેતૃત્વના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, ટ્રમ્પને કોઈ ઓળખની જરૂરત નથી. તેમનું નામ વિશ્વના દરેક લોકો જાણે છે. મને ટ્રમ્પમાં હંમેશા પોતીકાપણું લાગ્યું છે. પીએમ મોદીએ કહ્યું, “રાષ્ટ્રપતિએ 2017માં મને તેમના પરિવાર સાથે મિલાવ્યો હતો અને આજે હું તેમને મારા પરિવાર સાથે મળાવું છે. હાલમાં લાખો ભારતીય અમારી સાથે છે અને તેઓ નવા ઇતિહાસને જોઇ રહ્યા છે.” તેમણે કહ્યું કે, “જ્યારે હું પહેલી વાર ટ્રમ્પને મળ્યો ત્યારે તેમણે કહ્યું હતુ કે વ્હાઇટ હાઉસમાં પણ તમારો એક સાચો મિત્ર છે.” પીએમ મોદીએ ટ્રમ્પનાં સ્વાગતમાં કહ્યું કે, “ભારત અને અમેરિકા, બંને મહાન દેશોની વચ્ચે મજબૂત સંબંધો છે. હ્યૂસ્ટનથી લઇને હૈદરાબાદ સુધી, બોસ્ટનથી લઇને બેંગલોર સુધી, શિકાગોથી લઇને શિમલા સુધી, લૉસ એન્જલસથી લઇને લુધિયાના સુધી સંબંધો મજબૂત છે.” ટ્રમ્પની પ્રશંસામાં પીએમ મોદીએ કહ્યું કે, “અમેરિકી રાષ્ટ્રપતિનું લક્ષ્ય પોતાના દેશને ફરી મહાન બનાવવાનું છે. ટ્રમ્પ અમેરિકી અર્થવ્યવસ્થા મજબૂત કરવા માટે ભરપુર મહેનત કરે છે. તેમણે અમેરિકા સહિત આખા વિશ્વ માટે ઘણું બધુ કહ્યું છે.”
વધુ વાંચો





















