ABP Cvoter Opinion Poll: ભાજપ માટે માઠા સમાચાર, કર્ણાટકમાં થઈ શકે છે નવા-જુની!!!
આ ઓપિનિયન પોલમાં ભાજપને કમ્મરતોડ ફટકો પડતો દર્શાવવામાં આવ્યો છે જ્યારે કોંગ્રેસને જબ્બર લાભ. સર્વેમાં ભાજપની બસવરાજ બોમાઈ સરકારને આંચકો લાગ્યો છે.
ABP Cvoter Karnataka Opinion Poll: કોંગ્રેસ અને ભાજપ સહિત અન્ય પાર્ટીઓ કર્ણાટકમાં તેમની સરકાર આવવાનો દાવો કરી રહી છે. તો અન્ય સ્થાનિક પક્ષો પણ દાવો કરી રહ્યા છે કે, લોકો તેમની સાથે છે. પરંતુ લોકો કઈ પાર્ટીને સૌથી વધુ પસંદ કરી રહ્યા છે તેને લઈને એબીપીએ એક સર્વે હાથ ધર્યો હતો. રાજ્યમાં કોની સરકાર રચાશે તે પ્રશ્નના સંદર્ભમાં સી-વોટરે એબીપી ન્યૂઝ માટે એક મેગા ઓપિનિયન પોલ કર્યો છે.
આ ઓપિનિયન પોલમાં ભાજપને કમ્મરતોડ ફટકો પડતો દર્શાવવામાં આવ્યો છે જ્યારે કોંગ્રેસને જબ્બર લાભ. સર્વેમાં ભાજપની બસવરાજ બોમાઈ સરકારને આંચકો લાગ્યો છે. કારણ કે કોંગ્રેસને બહુમતી મળવાની ધારણા છે. કર્ણાટકની 224 બેઠકોમાંથી ભાજપને 74થી 86 બેઠકો, કોંગ્રેસને 107થી 119, કુમારસ્વામીની જેડીએસને 23થી 35 અને અન્યને 0-5 બેઠકો મળી શકે છે.
કયા પ્રદેશમાં કોને કેટલી બેઠકો મળી?
મધ્ય કર્ણાટકની 35 બેઠકોમાંથી ભાજપને 12-16 બેઠકો, કોંગ્રેસને 19-23, જેડીએસને 0-1 અને અન્યને 0-1 બેઠકો મળવાની ધારણા છે. જ્યારે કોસ્ટલ કર્ણાટકમાં ભાજપને 15-19 અને કોંગ્રેસને 3-5 બેઠકો મળી રહી છે. જેડીએસ અને અન્ય લોકોનું ખાતું પણ અહીં ખોલવામાં આવી રહ્યું નથી.
કર્ણાટકની 50 બેઠકોમાંથી ભાજપને 20-24 બેઠકો, કોંગ્રેસને 26-30 બેઠકો અને જેડીએસને 0-1 બેઠકો મળવાની ધારણા છે. પોલમાં ગ્રેટર બેંગ્લોરની 32 સીટોમાંથી ભાજપને 11 થી 15 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસ 15-19 સીટો જીતી શકે છે. જેડીએસને 2 થી 4 સીટ અને અન્યને 0-1 સીટ મળી શકે છે.
WATCH | कर्नाटक में जेडीएस बनेगी किंगमेकर : वरिष्ठ पत्रकार प्रदीप सिंह@RubikaLiyaquat | @Sheerin_sherry | https://t.co/smwhXUROiK #Karnataka #KarnatakaElection2023 #BJP #Congress #JDS #OpinionPollOnABP @23pradeepsingh @anshumalini3 pic.twitter.com/wFEZ1BxkBB
— ABP News (@ABPNews) April 29, 2023
જૂના મૈસૂરમાં ભાજપને ઝટકો
ગ્રેટર બેંગ્લોરની 32 સીટોમાંથી ભાજપને 11 થી 15 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસ 15-19 સીટો જીતી શકે છે. જેડીએસને 2 થી 4 સીટ અને અન્યને 0-1 સીટ મળી શકે છે. જૂના મૈસૂરમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે કારણ કે પાર્ટી અહીં 55 સીટો પર બેવડા આંકડાને પણ પાર કરી શકી નથી. ભાજપને 3-7 બેઠકો, કોંગ્રેસને 21થી 25 બેઠકો અને જેડીએસને 25થી 29 બેઠકો મળી શકે છે. હૈદરાબાદ કર્ણાટકની 31 બેઠકોમાંથી ભાજપ 8-12 અને કોંગ્રેસ 19-23 બેઠકો જીતી શકે છે. આ ઉમરાંત જેડીએસ અને અન્યને અહીં 0 થી 1 સીટ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ABP Cvoter Opinion Poll: PM મોદી બનશે કર્ણાટકના તારણહાર? ઓપિનિયન પોલમાં ખુલાસો
ABP Cvoter Karnataka Opinion Poll: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સત્તામાં આવવા માટે તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યમાં મુખ્ય હરીફાઈ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હોવાનું માનવામાં આવે છે, પરંતુ જેડીએસ પણ કર્ણાટકમાં પોતાનો મજબૂત દાવો રજૂ કરી રહી છે. દરમિયાન, એબીપી ન્યૂઝે સી-વોટર સાથે મળીને PM મોદીના કામકાજને લઈને એક મેગા ઓપિનિયન પોલ કર્યો હતો, જેમાં ઘણા ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે.
કેવું છે પીએમ નરેન્દ્ર મોદીનું કામ?
મેગા ઓપિનિયન પોલમાં કર્ણાટકના લોકોને પૂછવામાં આવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીનું કામકાજ કેવું છે? આ સવાલના જવાબમાં લોકોએ મિશ્ર જવાબો આપ્યા હતા. 49 ટકા લોકો માને છે કે, પીએમ મોદીનું કામ સારું છે, 18 ટકા લોકો પીએમ મોદીના કામને સરેરાશ માને છે, જ્યારે 33 ટકા લોકો પીએમ મોદીના કામને ખરાબ માને છે.