(Source: ECI/ABP News/ABP Majha)
ABP CVoter Opinion Polls 2023: રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં કોની બનશે સરકાર ? શું કહે છે ઓપિનિયન પોલ
Assembly Election Opinion Polls 2023 Updates: 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પછી, CVoter એ એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ હાથ ધર્યો છે.
ABP CVoter Opinion Polls 2023: આજે સોમવારે બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચે પ્રેસ કૉન્ફરન્સ કરીને પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ સામેલ છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી હતી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠકો કરી હતી. આ સિવાય સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારો સાથે બેઠક યોજાઈ હતી. અમે રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા હતા અને તેમના સૂચનો અને પ્રતિભાવો લીધા હતા. મિઝોરમનો કાર્યકાળ ડિસેમ્બર 2023માં પૂરો થાય છે. બાકીના રાજ્યોનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં સમાપ્ત થઈ રહ્યો છે. આ 5 રાજ્યોમાં 679 વિધાનસભા સીટો છે.
કયા રાજ્યમાં કોની બનશે સરકાર ?
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પછી, CVoter એ એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ હાથ ધર્યો હતો. abp અસ્મિતા-સી વોટરનો ઓપિનિયન પોલમાં રાજસ્થાનમાં ભાજપની સરકાર બનવાનું અનુમાન છે. રાજસ્થાનમાં ભાજપને 127થી 137 બેઠકો મળવાનું અનુમાન છે. રાજસ્થાનમાં કોંગ્રેસને મોટું નુકસાન થવાનું અનુમાન છે. રાજસ્થાનમાં કોંગ્રેસને 59થી 69 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને 113થી 125 બેઠકો, ભાજપને 104થી 106 બેઠકો અને બીએસપીને 2 બેઠકો મળવાનું અનુમાન છે. છત્તીસગઢમાં ફરી કોંગ્રેસની સરકાર બનવાનું અનુમાન છે. કોંગ્રેસને 45થી 51 બેઠકો મળવાનું અનુમાન છે. છત્તીસગઢમાં ભાજપના પ્રદર્શનમાં જબરદસ્ત સુધારો થઈ શકે છે. છત્તીસગઢમાં ભાજપને 39થી 45 બેઠકો મળવાનું અનુમાન છે. તેલંગાણાના ઓપિનિયન પોલ મુજબ કોંગ્રેસને 48 થી 60 બેઠકો મળવાનો અંદાજ છે, ભાજપને 5 થી 11 બેઠક મળી શકે છે. જ્યારે બીઆરએસને 43-55 સીટ મળી શકે છે. મિઝોરમના ઓપિનિયન પોલમાં એમએનએફને 13-17, કોંગ્રેસને 10 થી 14 બેઠક મળવાનો અંદાજ છે.
ઓપિનિયન પોલ રાજસ્થાન
- કુલ બેઠક 200
- બહુમતી 101
- BJP 127-137
- કોંગ્રેસ 59-69
- અન્ય 2-6
- સ્ત્રોત-C વોટર
ઓપિનિયન પોલ મધ્યપ્રદેશ
- કુલ બેઠક 230
- બહુમતી 116
- કોંગ્રેસ 113-125
- BJP 104-116
- BSP 0-2
- અન્ય 0-3
- સ્ત્રોત-C વોટર
ઓપિનિયન પોલ છત્તીસગઢ
- કુલ બેઠક 90
- બહુમતી 46
- કોંગ્રેસ 45-51
- BJP 39-45
- અન્ય 0-2
- સ્ત્રોત-C વોટર
ઓપિનિયન પોલ તેલંગાણા
- કુલ બેઠક 119
- બહુમતી 60
- કોંગ્રેસ 48-60
- BJP 5-11
- BRS 43-55
- અન્ય 5-11
- સ્ત્રોત-C વોટર
ઓપિનિયન પોલ મિઝોરમ
- કુલ બેઠક 40
- બહુમતી 21
- MNF 13-17
- કોંગ્રેસ 10-14
- ZPM 9-13
- અન્ય 1-3
- સ્ત્રોત-C વોટર