શોધખોળ કરો
Advertisement
CAA પર દેશનો મૂડઃ 62 ટકા લોકોએ કહ્યુ- નાગરિકતા કાયદાનું સમર્થન કરીએ છીએ
પ્રદર્શનકારીઓ અને સરકારના દાવાઓ વચ્ચે નાગરિકતા કાયદા પર એબીપી ન્યૂઝ-સી વોટરે દેશનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો છે.
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દેશભરમાં પ્રદર્શન થઇ રહ્યા છે. પ્રદર્શન દરમિયાન હિંસા પણ થઇ રહી છે અને પોલીસની બર્બરતા પણ જોવા મળી રહી છે. પ્રદર્શન દરમિયાન એક ડઝનેકથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. પ્રદર્શનકારીઓ આ કાયદાને બંધારણ વિરુદ્ધ જણાવી રહ્યા છે અને એનઆરસીને જોડીને પણ જોઇ રહ્યા છે. જ્યારે સરકારનું કહેવું છે કે સીએએથી ભારતીય નાગરિકો પર કોઇ અસર નહી થાય સાથે લોકોને પણ શાંતિ રાખવાની અપીલ કરી છે.
પ્રદર્શનકારીઓ અને સરકારના દાવાઓ વચ્ચે નાગરિકતા કાયદા પર એબીપી ન્યૂઝ-સી વોટરે દેશનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો છે. દેશભરમાં લગભગ 3 હજાર લોકોને 17થી19 ડિસેમ્બર વચ્ચે વાતચીત કરી હતી. લોકોને પૂછવામાં આવ્યું છે કે નાગરિકતા કાયદાનું સમર્થન કરો છો. શું નાગરિકતા સંશોધન કાયદામાં બંધારણનો ભંગ થયો છે?
શું તમે નાગરિકતા કાયદાનું સમર્થન કરો છો?
હા-62 ટકા
ના-37 ટકા
કોઇ જવાબ નહીં- 1 ટકા
શું દેશ નાગરિકતા કાયદા પર સરકારની સાથે છે?
સરકારની સાથે-59 ટકા
વિપક્ષની સાથે- 32 ટકા
કોઇ જવાબ નહીં- 9 ટકા
શું નાગરિકતા કાયદામાં બંધારણનો ભંગ થયો છે?
હા-47 ટકા
ના-47 ટકા
કોઇ જવાબ નહી-6
નાગરિકતા કાયદા પર કોણે ગેરસમજ ફેલાવી?
વિપક્ષ-29 ટકા
મીડિયા-20 ટકા
સરકાર-37 ટકા
કોઇએ નહીં-1 ટકા
તમામે-3 ટકા
નાગરિકતાના પુરાવા ન આપનારાઓને શું સજા મળશે? (અલગ અલગ સવાલ)
જેલ-52 ટકા
દેશની બહાર-78 ટકા
મતાધિકારથી બહાર-71 ટકા
સરકારની સુવિધા ખત્મ-61 ટકા
શું આખા દેશમાં એનઆરસી લાગુ કરવું જોઇએ?
હા-65 ટકા
ના-28 ટકા
કોઇ જવાબ નહી-7 ટકા
શું નાગરિકતા કાયદો મુસ્લિમો વિરુદ્ધ છે?
હા-32 ટકા
ના-56 ટકા
કોઇ જવાબ નહી-8 ટકા
તમામના વિરુદ્ધ-4 ટકા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion