ABP Ideas of India Live: હરીશ સાલ્વેએ જણાવ્યું કેમ ન્યાય પ્રણાલીમાં સમય લાગે છે, કહ્યું- જજોની નિમણૂક પર વાત કરવાની જરૂર છે
આજે શનિવારે એબીપી આઇડિયાઝ ઑફ ઇન્ડિયા'માં નવા મહેમાનો સાથે ચર્ચા ચાલુ રહેશે. બીજા દિવસના તમામ મહાનુભાવોના વિચારો લાઈવ જોવા માટે ABPLiveની મુલાકાત લો.
Background
Ideas Of India: એબીપી નેટવર્કના આઈડિયાઝ ઓફ ઈન્ડિયાની પ્રથમ આવૃત્તિ ગઈકાલે શુક્રવારે મુંબઈમાં શરૂ થઈ. પ્રથમ દિવસે કૈલાશ સત્યાર્થી, ગૌર ગોપાલ દાસ, સોનમ વાંગચુક, એન.આર નારાયણ મૂર્તિ, નીતિન ગડકરી, તાપસી પન્નુ, વિદ્યા બાલન, કપિલ દેવ, લિએન્ડર પેસ અને અન્ય ઘણા લોકોએ તેમની દૃષ્ટિએ ભારતના ભૂતકાળ અને ભારતના ભવિષ્ય વિશે તેમના વિચારો અને દ્રષ્ટિકોણ રજુ કર્યા હતા.
આજે શનિવારે 'વાઇલ્ડસ્ટોન પ્રેઝન્ટ્સ એબીપી આઇડિયાઝ ઑફ ઇન્ડિયા'માં નવા મહેમાનો સાથે ચર્ચા ચાલુ રહેશે. બીજા દિવસના તમામ મહાનુભાવોના વિચારો લાઈવ જોવા માટે ABPLiveની મુલાકાત લો. આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટનો આજે બીજો દિવસ છે અને આવતીકાલનો કાર્યક્રમ આજે આગળ ધપાવવામાં આવશે. મુંબઈમાં આયોજિત આ કાર્યક્રમમાં શશિ થરૂર, જગદીપ ધનખર, ભૂપેશ બઘેલ, નીરજ બિરલા, કબીર ખાન, નાગેશ કુકુનૂર, આનંદ એલ રાય, ઉષા ઉથુપ, રમેશ સિપ્પી, એલ સુબ્રમણ્યમ, કરણ જોહર, પાપોન, જસલીન રોયલ, મોન્ટેક સિંહ આહલુવાલિયા, નવાઝુદ્દીન સિદ્દીકી, ફરીદ ઝકરિયા, અને અભિનેતા આમિર ખાન ભાગ લઈ રહ્યા છે.
હરીશ સાલ્વેએ આ વાત કહી
ભારતના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ અને જાણીતા વકીલ હરીશ સાલ્વે એબીપી આઈડિયાઝ ઓફ ઈન્ડિયાના સમિટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ન્યાય પ્રણાલીમાં ગંભીરતાથી સુધારાની જરૂર છે. તેમણે કહ્યું કે જો કોઈ પિટિશન ફાઇલ કરે છે અને તેમાં 10 વર્ષનો સમય લાગે છે, તો તમે એવું ન કહી શકો કે સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે ન્યાય પ્રણાલીનું કામ યોગ્ય છે જ્યારે ન્યાય વહેલી તકે મળી શકે.





















