Weather Forecast: રાજ્યમાં આ તારીખથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગે આપ્યું કોલ્ડ વેવનું એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આ તારીખથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગે આપ્યું કોલ્ડ વેવનું એલર્ટ

Weather Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં એકાદ બે દિવસ બાદ વાદળો જોવા મળશે. કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું પ્રમાણ વધશે, ખાસ કરીને રાજયમાં 30 તારીખથી હવામાનમાં થોડો ફેરફાર થઇ શકે છે એટલે કે આ સમય દરમિયાન તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી ગગડતાં ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત,પૂર્વ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં તાપમાન 10થી 12 ડિગ્રી તાપમાન થઇ શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ,અમરેલી, ભાવનગર,ગીર સોમનાથમાં પણ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધશે અને તાપમાન 10થી 12 ડિગ્રી સુધી ગગડે તેવી શક્યતા છે. ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ રાત્રિનું તાપમાન પ્રમાણમાં ઘટતાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. ઉપરાંત કચ્છના વિસ્તારમાં પણ 10 ડિગ્રીથી પણ તાપમાન નીચું જાય તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક જિલ્લામાં 3 જાન્યુઆરી બાદ પવનની ગતિ પણ થોડી વધી શકે છે. શિયાળાની શરૂઆત થઇ પરંતુ ગુજરાતમાં પ્રમાણસર ઠંડીનો અભાવ રહ્યો. માત્ર વહેલી સવારે અને મોડી રાત્રે જ ઠંડીનો અનુભવ થતો હતો જ્યારે બપોરના સમયે ઉનાળા જેવી ગરમી અનુભવાતી હતી. આમ ડિસેમ્બર પૂરો થવા આવ્યો છતાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ મોટાભાગના જિલ્લામાં નહિવત હતું. જો કે હવે હવામાન વિભાગની આગાહી મુજબ જાન્યુઆરીની શરૂઆતમાં તાપમાનનો પારો ગગડતાં ગુજરાતમાં સારૂ એવું ઠંડીનું વધશે.
અમદાવાદ સહિત રાજ્યમાં ધીરે- ધીરે ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું છે. અમદાવાદમાં ગતરાત્રિના 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના મતે નવા વર્ષના પ્રારંભથી અમદાવાદ સહિત રાજ્યભરમાં કડકડતી ઠંડી પડે તેવી સંભાવના વ્યકત કરી છે... હવામાન વિભાગના મતે આવનારા ત્રણ દિવસમાં રાજ્યમાં લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થશે.. જેના કારણે ઠંડીનું જોર વર્તાશે.... ગતરાત્રિના 10.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. તો પાટનગર ગાંધીનગરમાં 12.8 ડિગ્રી અને ભુજમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.અમદાવાદમાં ચાલુ વર્ષે ડિસેમ્બરમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ સાધારણ રહ્યું.
ક્યાં ક્યાં વરસાદ પડશે?
IMD મુજબ, 31 ડિસેમ્બરે ઉત્તર ભારતના પાંચ રાજ્યોમાં હવામાન બગડવાની ધારણા છે. દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કાશ્મીર અને હરિયાણા માટે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. વરસાદ પછી, આ રાજ્યોમાં તાપમાન 3 થી 4 ડિગ્રી ઘટી શકે છે, જેનાથી ઠંડીમાં વધુ વધારો થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ સુધી તમિલનાડુના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
દિલ્હી હવામાન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 ડિસેમ્બરની સાંજથી રાજધાની દિલ્હીમાં આકાશ વાદળછાયું થઈ શકે છે, પરંતુ 31 ડિસેમ્બરે હળવા વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. વરસાદ પછી, રાજધાનીમાં ઠંડી વધુ તીવ્ર બનશે. આવતીકાલે દિલ્હીમાં મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ રહેશે.




















