Rashtrapatni Remark: વિવાદ વધતા અધીર કોંગ્રેસ સાંસદ રંજન ચૌધરી ફસાયા, કહ્યું હવે રાષ્ટ્રપતિને મળીને માફી માંગીશ, જાણો શું છે સમગ્ર વિવાદ
President Remark Row: કોંગ્રેસ સાંસદ અને લોકસભા વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળીને માફી માંગશે.

Adhir Ranjan Chaudhary On President Remark: કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદન પર ભાજપે કોંગ્રેસને ઘેરી છે. હવે અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chaudhary)એ ખુદ આ મામલે સ્પષ્ટતા કરી છે અને રાષ્ટ્રપતિની માફી માંગવાની વાત કરી છે. તે જ સમયે, કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિની માફી માંગશે, પરંતુ અન્ય કોઈની નહીં.
અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chaudhary) એ કહ્યું, "જ્યારે પત્રકારે વિક્ષેપ પાડ્યો, ત્યારે હું ભીડમાં સાંભળી શક્યો નહીં, મારાથી ભૂલ થઈ છે. ત્રણ વખત મેં રાષ્ટ્રપતિ કહ્યું અને એક વખત મોઢેથી ‘ રાષ્ટ્રપત્ની’ નીકળી ગયું. હું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની માફી માંગીશ. મેં પરમદિવસનો સમય માંગ્યો છે. પણ હું આ ઢોંગીઓની માફી નહીં માંગીશ. મારાથી ભૂલ થઈ છે. હું બંગાળી છું, હું હિન્દી બોલવા ટેવાયેલો નથી. એ અવાજમાં રિપોર્ટરનો વિક્ષેપ હું સમજી શક્યો નહીં."
'હું બંગાળી છું, મને હિન્દીની આદત નથી'
અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chaudhary) એ, "હું બંગાળી છું, હિન્દી ભાષી નથી, મારી જીભ લપસી ગઈ. મારો ઈરાદો ક્યારેય દેશના સર્વોચ્ચ પદનું અપમાન કરવાનો નહોતો. મેં એક વાર નહીં પણ 100 વાર કહ્યું છે કે મેં ભૂલ કરી છે. હું શું કરી શકું? કોઈ પણ ભૂલ કરી શકે છે. હું બંગાળી છું, મને હિન્દીની આદત નથી."
#WATCH | "Rashtrapatni" row | ...I accepted my mistake...What do they say about Sonia Gandhi during polls? About Shashi Tharoor's wife? About Renuka Chowdhury? I sought time from President, might get appointment the day after tomorrow, I'll speak with her personally: AR Chowdhury pic.twitter.com/7W1PAw5JzG
— ANI (@ANI) July 28, 2022
શું છે સમગ્ર મામલો?
જણાવી દઈએ કે, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chaudhary) એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 'રાષ્ટ્રીયપત્ની' કહ્યા હતા, ત્યારબાદ આ મામલો ગરમાયો હતો. ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસેથી માફીની માંગ કરી છે અને તેમના પક્ષના નેતા દ્વારા આવી ટિપ્પણીઓને "મંજૂર" કરવાનો આરોપ મૂક્યો છે. ભાજપે આ મામલે સંસદના બંને ગૃહોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.





















