શોધખોળ કરો

Aditya-L1: આદિત્ય એલ1 ની સૂરજના દરવાજે દસ્તક, ISROએ રચ્યો ઈતિહાસ 

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ઈતિહાસ રચ્યો છે. ઈસરોનું પ્રથમ સૂર્ય મિશન-આદિત્ય L1 શનિવારે (6 જાન્યુઆરી)ના રોજ લેગ્રેન્જ પોઈન્ટમાં પ્રવેશ્યું છે.

Aditya L1 Solar Mission: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ઈતિહાસ રચ્યો છે. ઈસરોનું પ્રથમ સૂર્ય મિશન-આદિત્ય L1 શનિવારે (6 જાન્યુઆરી)ના રોજ લેગ્રેન્જ પોઈન્ટમાં પ્રવેશ્યું છે. સપ્ટેમ્બર 2023 માં શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશથી લોન્ચ કરાયેલ આદિત્ય L1 આજે તેની છેલ્લી અને ખૂબ જ જટિલ પ્રક્રિયામાંથી પસાર થયું હતું.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, "ભારતે વધુ એક માઈલસ્ટોન  હાંસિલ કર્યું છે. ભારતની પ્રથમ સોલર ઓબઝર્વેટરી આદિત્ય-L1 તેના સ્થાન પર પહોંચી ગયું છે. આ એક સૌથી જટિલ અવકાશ મિશનને સાકાર કરવામાં આપણા વૈજ્ઞાનિકોના પ્રયાસોમાં એક મહાન યોગદાન છે." હું દેશવાસીઓની સાથે આ અસાધારણ સિદ્ધિની સરાહના કરુ છું. અમે માનવતા માટે વિજ્ઞાનની નવી સીમાઓને આગળ ધપાવવાનું ચાલુ રાખીશું."

'ઈસરોએ વધુ એક સફળતાની ગાથા લખી'

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે કહ્યું કે આ વર્ષ ભારત માટે ખૂબ જ શાનદાર રહ્યું છે. પીએમ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ઈસરોએ વધુ એક સફળતાની ગાથા લખી છે. આદિત્ય L1 સૂર્યના રહસ્યો શોધવા માટે તેની અંતિમ ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે.

અવકાશયાન પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર સૂર્ય-પૃથ્વી સિસ્ટમના લેગ્રેન્જ પોઈન્ટ (L1) ની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. L1 બિંદુ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના કુલ અંતરના લગભગ એક ટકા જેટલું છે. તેના છેલ્લા સ્ટોપ પર પહોંચ્યા પછી, અવકાશયાન કોઈપણ ગ્રહણ વિના સૂર્યને જોઈ શકશે.

લેંગ્રેજ પોઈન્ટ શું છે ?

લેંગ્રેજ પોઈન્ટ એ ક્ષેત્ર છે જ્યાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું ગુરુત્વાકર્ષણ તટસ્થ બની જશે. હેલો કક્ષામાં L1 બિંદુની આસપાસ ઉપગ્રહો દ્વારા સતત જોઈ શકાય છે. આ સૌર ગતિવિધિઓ અને વાસ્તવિક સમયમાં અવકાશના હવામાન પર તેની અસર વિશે માહિતી આપશે.

તેનો હેતુ શું છે ?

આ મિશનનો ઉદ્દેશ સૌર વાતાવરણમાં ગતિશીલતા, સૂર્યના પરિમંડળમાં ગરમી, સૂર્યની સપાટી પર સૌર ભૂકંપ, સૂર્યના જ્વાળા સંબંધિત પ્રવૃત્તિઓ અને તેમની લાક્ષણિકતાઓ અને અવકાશમાં હવામાનની સમસ્યાઓને વધુ સારી રીતે સમજવાનો છે.

આદિત્ય L1 સૂર્યનો અભ્યાસ કરશે

આદિત્ય L1 મિશનનો ધ્યેય સૂર્યનો અભ્યાસ કરવાનો છે. આ મિશન સાત પેલોડ વહન કરે છે, જે વિવિધ તરંગ બેન્ડમાં ફોટોસ્ફિયર, રંગમંડળ (સૂર્યની દૃશ્યમાન સપાટીની ઉપર) અને સૂર્યના સૌથી બહારના સ્તર પર સંશોધનમાં મદદ કરશે.

તમને જણાવી દઈએ કે સૂર્યનો અભ્યાસ કરવો ખૂબ જ પડકારજનક છે, કારણ કે તેની સપાટીનું તાપમાન લગભગ 9,941 ડિગ્રી ફેરનહીટ છે. અત્યાર સુધી સૂર્યના બાહ્ય તાપમાન માપવામાં આવ્યું નથી. આને ધ્યાનમાં રાખીને, આદિત્ય L1ને ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું છે, જે 15 લાખ કિલોમીટરના અંતરે સ્થિત છે, જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના કુલ અંતરના લગભગ એક ટકા જેટલું છે.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Embed widget