(Source: ECI/ABP News/ABP Majha)
પૂણેમાં યોગિતા બની મર્દાનીઃ ડ્રાઈવરને આંચકી આવતાં ખીણમાં ધસતી બસનું સ્ટીયરિંગ સંભાળી 24ના જીવ બચાવ્યા, વીડિયો જોઈ થઈ જશો ખુશ
પૂણેમાં રહેતા યોગિતા ધર્મેન્દ્ર સાતવે બસને ખીણમાં ખાબકતાં ઉગાર્યા પછી 10 કિલોમીટર સુધી ચલાવીને તમામ યાત્રિકોને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યાં
પૂણેઃ પૂણેમાં બનેલી એક અનોખી ઘટનામાં 42 વર્ષની એક મહિલાએ દબરદસ્ત સાહસ દાખવીને 24 લોકોના જીવ બચાવ્યા છે. આ ઘટનામાં પૂરપાટ ભાગતી સરકારી બસના ડ્રાઈવરને અચાનક જ આંચકી આવતાં સ્ટીયરિંગ સીટ પરથી ગબડી ગયો બતો. બસ બેકાબૂ થઈ ગઈ હતી ને ખીણમાં પડવાની જ હતી ત્યારે બસમાં સવાર 42 વર્ષનાં યોગિતા નામની મહિલાએ અદભૂત સાહસ દાખવીને બસને કાબૂમાં લીધી હતી અને 24 લોકોના જીવ બચાવ્યા હતા. મહિલાએ જરા ડર્યા વિના બસનું સ્ટીયરિંગ સંભાળીને બસને ખીણમાં પડતાં બચાવી હતી. યોગિતાની આ સાહસિકતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે
પૂણેમાં રહેતા યોગિતા ધર્મેન્દ્ર સાતવે બસને ખીણમાં ખાબકતાં ઉગાર્યા પછી 10 કિલોમીટર સુધી ચલાવીને તમામ યાત્રિકોને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યાં. બસના ડ્રાઈવરને સારવાર માટે એક પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ દાખલ કરાવ્યો હતો. સમયસર સારવાર મળતાં ડ્રાઈવરનો જીવ પણ બચી ગયો છે.
પૂણેના વાઘોલીની 23 મહિલાઓનું ગ્રુપ 7 જાન્યુઆરીએ શિરૂર તાલુકાના મોરાચી ચિંચોલીમાં ફરવા માટે ગયું હતું ત્યારે આ ઘટના બની હતી. મહિલાઓ મોજ-મસ્તીમાં વ્યસ્ત હતી ત્યારે ડ્રાઈવરને વાઈ (આંચકી) આવતાં તે પડી ગયો હતો. બસ હાલકડોલક થવા માંડતાં બસમાં સવાર મહિલાઓ અને બાળકો ડરી ગયાં હતાં. તેમમે રડારોળ ચાલુ કરી દીધી હતી. ત્યારે યોગિતા ડર્યા વિના બસનું સ્ટીઅરિંગ સંભાળ્યું હતું અને આરામથી ચલાવીને સલામત સ્થળ સુધી લઈ ગયા હતા.
યોગતાએ પહેલાં ડ્રાઈવરને પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. હાલ ડ્રાઈવરની સ્થિતિ સારી છે અને તેને ટૂંક સમયમાં જ ડિસ્ચાર્જ કરવામાં આવશે. યોગિતાના અદમ્ય સાહસ બદલ ચારેબાજુથી પ્રશંસા થઈ રહી છે અને યોગિતાનું ગામના પૂર્વ સરપંચે તેમના ઘરે જઈને સન્માન કર્યું હતું.
વાઘોલી ગામના પૂર્વ સરપંચ જયશ્રી સાતવ પાટીલે પોતાના સહયોગી અને પિકનિકના આયોજક આશા વાઘમારેની સાથે યોગિતા સાતવના ઘરે જઈને તેમને સન્માનિત કર્યાં હતાં
विश्वास, सूझबूझ एवम् साहस
— ममता राजगढ़ (@mamta_rajgarh1) January 16, 2022
#YogitaSatav #Pune pic.twitter.com/73j073xyGI