શોધખોળ કરો
Advertisement
આજે PM Modiની બેઠક બાદ નક્કી થશે કે Lockdown વધશે કે નહીં, WHOની સલાહ- ઉતાવળ કરવી....
દેશના અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફર્સિંગ દ્વારા બેઠક કરશે.
નવી દિલ્હીઃ કોરનોા વાયરસથી દેશમાં નાગરિકોને બચાવવા માટે અને તેના ખતરનાક ચેપને રોકવા માટે દેશમાં 21 દિવસોનું લોકડાઉન ચાલી રહ્યું છે. આ લોકડાઉન 14 એપ્રિલને પૂરું થવા જઈ રહ્યું છે. પરંતુ ત્યાર બાદ તે આગળ વધશે કે નહીં તેનો નિર્ણય આજે પીએમ મોદીની દેશના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે થનારી બેઠકમાં થઈ જશે. જોકે WHO તરફથી આ બેઠકના એક દિવસ પહેલા નિવેદન આવ્યું છે કે કોરોના વાયરસના ચેપને રોકવા માટે લગાવવામાં આવેલ પ્રતિબંધો જો ઉતાવળમાં ખત્મ કરવામાં આવશે તો તેને ગંભીર પરિણામ આવી શકે છે.
આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદીની વીડિયો કોન્ફર્સિંગ
દેશના અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફર્સિંગ દ્વારા બેઠક કરશે. આ બેઠકમાં કોરોના વાયરસ અને તેના ફેલાતા ચેપને રોકવા પર ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત આ બેઠકમાં એ નક્કી થઈ શકે છે કે લોકડાઉનનું ભવિષ્યનું શું હશે. શું લોકડાઉનને આગળ વધારવામાં આવશે કે પછી 14 એપ્રિલ બાદ ખત્મ કરવામાં આવશે? ઉપરાંત પીએમ મોદી તમામ મુખ્યમંત્રીઓની સાથે તેના રાજ્યોની સ્થિતિ પર ચર્ચા કરશે.
જોકે લોકડાઉન વધવાની સંભાવના એટલા માટે પણ પ્રબળ છે કે કારણ કે કેટલાક દિવસ પહેલા જ પીએમ મોદીએ વીડિયો કોન્ફર્સિંગ દ્વારા સર્વપક્ષીય બેઠક કરી હતી. સૂત્રો અનુસાર આ બેઠકમાં વિપક્ષના અનેક નેતાઓએ લોકડાઉનની વકાલત કરી હતી. પીએમ મોદીએ પણ લોકડાઉનને આગળ વધારવાના સંકેત આપતા કહ્યું હતું કે દેશમાં હાલમાં જે સ્થિતિ છે તેને જોતા એકાએક લોકડાઉન હટાવવું શક્ય નથી.
WHOએ કહ્યું ઉતાવળમાં લોકડાઉન ખોલવાથી સ્થિતિ બગડી શકે છે
WHOના પ્રમુખ ટેડ્રોસ એડહાનોમે જીનીવમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, બધાની જેમ WHO પણ લોકડાઉન ખત્મ થતું જોવા માગે છે. પરંતુ ઉતાવળમાં લોકડાઉન ખત્મ કરવાના ઘાતક પરિણામ આવી શકે છે. તેમણે કહ્યું કે, જો આપણે યોગ્ય રીતે તેનો સામનો નહીં કરીએ તો તેના ખતરનાક પરિણામ આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
Advertisement