Agnipath Recruitment Notification 2022: સેનાએ અગ્નિવીરોની ભરતી અંગે જાહેરનામું બહાર પાડ્યું, જુલાઈમાં શરૂ થશે રજિસ્ટ્રેશન
અહીં બીજી તરફ અગ્નિપથ યોજનાને લઈને ભારત બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે.
Agnipath Recruitment Notification 2022: સેનામાં નવી ભરતીને લઈને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાના વિરોધમાં, જ્યારે એક તરફ દેશના ઘણા ભાગોમાં સતત પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ નવી ભરતીને લઈને સોમવારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ માટે રજીસ્ટ્રેશન જુલાઈમાં શરૂ થશે. આર્મીમાં પાંચ અલગ-અલગ કેટેગરીના અગ્નિવીરોની ભરતી થશે. આ પ્રમાણે કેટેગરી પાડવામાં આવી છે.
- જનરલ ડ્યુટી
- ટેક્નિકલ (એવિએશન/એમ્યુનિશન/પરીક્ષક)
- ક્લાર્ક,
- ટ્રેડસમેનની બે શ્રેણીઓ હશે - એક ટેકનિકલ અને એક સામાન્ય.
Indian Army issues notification for Agniveer recruitment rally, registration to open from July onwards#AgnipathScheme pic.twitter.com/VnrAiOXibU
— ANI (@ANI) June 20, 2022
500 થી વધુ ટ્રેનો પ્રભાવિત
અહીં બીજી તરફ અગ્નિપથ યોજનાને લઈને ભારત બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. નવી દિલ્હી નજીક શિવાજી બ્રિજ પર એક ટ્રેન રોકાઈ હતી. જોકે, પોલીસે ઘણા લોકોને કસ્ટડીમાં લીધા હતા અને ટ્રેનનો રસ્તો સાફ કરાવ્યો હતો. અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે 181 મેલ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. આ સાથે 348 પેસેન્જર ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. રેલ્વે મંત્રાલયે કહ્યું કે આ સિવાય 4 મેલ એક્સપ્રેસ અને 6 પેસેન્જર ટ્રેનો કેન્સલ અથવા અસ્થાયી રૂપે રદ કરવામાં આવી છે. કોઈ ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી ન હતી.
All roads,shops, establishments&markets are open here; situation normal. Won't tolerate anarchy here. Police prepared to tackle anti-social elements who could attempt to vandalise public property. We don't expect any law &order problem to arise here: Suman Nalwa, PRO,Delhi Police pic.twitter.com/XGN8wjFQ2U
— ANI (@ANI) June 20, 2022
ભારત બંધ વચ્ચે દિલ્હીમાં સામાન્ય સ્થિતિ
અગ્નિપથને લઈને વિરોધ પ્રદર્શન અને ભારત બંધના એલાન વચ્ચે દિલ્હીમાં સ્થિતિ સામાન્ય છે. દિલ્હી પોલીસના પીઆરઓ સુમન નવલાએ કહ્યું - તમામ રસ્તાઓ, દુકાનો, સંસ્થાઓ અને બજારો ખુલ્લા છે અને સ્થિતિ સામાન્ય છે. તેમણે કહ્યું કે અમે ખલેલ સહન કરી શકતા નથી. જે લોકો જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે તેનો સામનો કરવા પોલીસ તૈયાર છે. તેમણે વધુમાં કહ્યું કે અમને છે કે અહીં કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી નહીં થાય.
દિલ્હી પોલીસના પીઆરઓએ વધુમાં કહ્યું કે અમને એવી બાતમી મળી હતી કે અન્ય રાજ્યોના કેટલાક જૂથો દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવાની યોજના બનાવી રહ્યા છે. તે બાતમીના આધારે અમે સરહદો પર ઝીણવટભરી સુરક્ષા વ્યવસ્થા કરી છે.