Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનાની પ્રાથમિક તપાસનો રિપોર્ટ જાહેર, જાણો શું કારણ થયું સ્પષ્ટ
Ahmedabad Plane Crash: અમદાવાદમાં 12 જૂનના રોજ સર્જાયેલી ભયંકર વિમાન દુર્ઘટનામાં 270થી વધુ લોકોની જિંદગી હોમાઇ ગઇ. આ દુર્ઘટનાની તપસા દરમિયાન કેટલાક કારણોની સ્પષ્ટતા થઇ છે. જાણીએ ડિટેલ

Ahmedabad Plane Crash: અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો પ્રારંભિક તપાસ અહેવાલ બહાર આવ્યો છે, જેમાં 12 જૂનના રોજ થયેલા વિમાન દુર્ઘટનાનું કારણ બહાર આવ્યું છે. આ લગભગ 15 પાનાનો અહેવાલ છે, જેમાં વિમાન દુર્ઘટના સાથે સંબંધિત તમામ પાસાને સ્પષ્ટ કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે AAIB રિપોર્ટ શું કહે છે?
અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલા વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ મોડી રાત્રે રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં વિમાન દુર્ઘટનાનું કારણ બહાર આવ્યું હતું. એર ઇન્ડિયા એરલાઇન્સે આજે 12 જુલાઈ 2025 ના રોજ થયેલા વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ પ્રાપ્ત થયાની પુષ્ટિ કરી હતી અને વધુ તપાસમાં AAIB ને સંપૂર્ણ સહયોગ આપવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI-171 ક્રેશ થઈ હતી. બોઇંગ ડ્રીમલાઇનર 787-8 મોડેલનું વિમાન 241 લોકો સાથે ઉડાન ભરી હતી, પરંતુ ઉડાન ભરતાની સાથે જ તે મેડિકલ કોલેજ હોસ્ટેલની છત પર પડી ગયું અને ક્રેશ થઈ ગયું. આ અકસ્માતમાં 229 મુસાફરો, 10 ક્રૂ મેમ્બર્સ અને 19 સામાન્ય લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ હતા. AAIB દ્વારા આ અકસ્માતની તપાસ કરવામાં આવી હતી અને અકસ્માતના બરાબર એક મહિના પછી 12 જુલાઈ, શનિવારના રોજ પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો.
આ જ કારણ છે કે વિમાન ક્રેશ થયું
AAIB ના પ્રાથમિક તપાસ અહેવાલમાં, અકસ્માતનું કારણ એન્જિનમાં ઇંઘણનો અભાવ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. કોકપીટ વોઇસ રેકોર્ડરમાંથી મળેલા ડેટા દર્શાવે છે કે, ટેકઓફ પછી વિમાન 180 નોટની મહત્તમ ગતિએ પહોંચતાની સાથે જ બંને એન્જિનને ઇંઘણ પૂરું પાડતા સ્વીચો રનિંગ મોડથી કટઓફ મોડમાં જતાં બંને સ્વીચો 1 સેકન્ડના અંતરાલથી કટઓફ થઇ ગઇ હતી. આનાથી એન્જિનમાં ઇંધણનો પુરવઠો બંધ થઈ ગયો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે વિમાનની ગતિ ઓછી થવા લાગી, ત્યારે એક પાઇલટે બીજા પાઇલટને પૂછ્યું કે. તમે ઇંઘણ પુરવઠા સ્વીચ કેમ ઓફ કરી ? પાયલોટે જવાબ આપ્યો કે, મેં નથી કરીપાયલોટે તરત જ સ્વીચ ચાલુ કરી. એક એન્જિનમાં થ્રસ્ટ રિકવર થયો, પરંતુ બીજા એન્જિન એક્ટિવ ન થયું. જ્યારે વિમાનની ગતિ ઓછી થવા લાગી અને તે નીચે જવા લાગ્યું, ત્યારે પાયલોટે મેડેનો સંદેશ આપ્યો.
AAIB ના પ્રાથમિક તપાસ અહેવાલમાં જણાવાયું છે કે, મેડે કોલ મળતાની સાથે જ ATC એ કટોકટી જાહેર કરી હતી. અકસ્માત સ્થળની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી ડ્રોન દ્વારા કરવામાં આવી હતી. ક્રેશ થયેલા વિમાનના કાટમાળની ફોરેન્સિક લેબમાં તપાસ કરવામાં આવી હતી. કાટમાળ અમદાવાદ એરપોર્ટ પર જ સુરક્ષિત રાખવામાં આવ્યો છે. વિમાનના બંને એન્જિન કાટમાળમાંથી મળી આવ્યા હતા, જે એરપોર્ટ હેંગરમાં અલગથી રાખવામાં આવ્યા છે.
અહેવાલમાં જણાવાયું છે કે, વિમાન દુર્ઘટનાની વધુ તપાસ માટે પુરાવા ઓળખી કાઢવામાં આવ્યા છે અને એકત્રિત કરવામાં આવ્યા છે. વિમાનને રિફ્યુઅલ કરવા માટે ઉપયોગમાં લેવાતા બોઝર્સ અને ટેન્કમાંથી લેવામાં આવેલા ઇંધણના નમૂનાનું પરીક્ષણ DGCA ની લેબમાં કરવામાં આવ્યું હતું. APU ફિલ્ટર અને ડાબી વિન્ગ રિફ્યુઅલ/જેટસન વાલ્વમાંથી ઇંધણના નમૂના ખૂબ જ ઓછી માત્રામાં મળી આવ્યા હતા. સાક્ષીઓ અને બચી ગયેલા એક પ્રવાસીના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા.
12 જૂન 2025માં એક મહિલાના પહેલા સર્જાઇ હતી દુર્ઘટના
ઉલ્લેખનિય છે 12 જૂનના રોજ એર ઈન્ડિયા એરલાઈન્સની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ AI-171 એ અમદાવાદથી લંડન માટે ઉડાન ભરી હતી. બોઈંગ ડ્રીમલાઈનર 787-8 મોડેલનું વિમાન હતું, જે 241 લોકો સાથે ઉડાન ભરી હતી, પરંતુ ઉડાન ભરતાની સાથે જ તે એરપોર્ટ બોર્ડરને અડીને આવેલી બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની છત પર ક્રેશ થઈ ગયું. આ અકસ્માતમાં 229 મુસાફરો, 10 ક્રૂ મેમ્બર્સ અને 19 સામાન્ય લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ હતા. આ અકસ્માતની તપાસ AAIB દ્વારા કરવામાં આવી હતી અને અકસ્માતના બરાબર એક મહિના પછી, 12 જુલાઈ, શનિવારના રોજ પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.





















