Rajya Sabha Election: ઓવૈસીની પાર્ટીએ ચોંકાવ્યા, ભાજપને હરાવવા શિવસેનાના નેતૃત્વવાળા MVAને મત આપવાની જાહેરાત
જો કે, AIMIM ધારાસભ્યો કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન પ્રતાપગઢીને મત આપશે.
![Rajya Sabha Election: ઓવૈસીની પાર્ટીએ ચોંકાવ્યા, ભાજપને હરાવવા શિવસેનાના નેતૃત્વવાળા MVAને મત આપવાની જાહેરાત AIMIM backs MVA Rajya Sabha candidates in Maharashtra: Rajya Sabha Election: ઓવૈસીની પાર્ટીએ ચોંકાવ્યા, ભાજપને હરાવવા શિવસેનાના નેતૃત્વવાળા MVAને મત આપવાની જાહેરાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/09/96537ddcfa8fea8aedbc853682362b98_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મહારાષ્ટ્રમાં રાજ્યસભાની 6 બેઠકો માટે આજે ચૂંટણી ચાલી રહી છે. અગાઉ, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી (AIMIM) એ શિવસેનાની આગેવાની હેઠળના મહા વિકાસ અઘાડીના ઉમેદવારને મત આપવાની જાહેરાત કરી છે. જો કે, AIMIM ધારાસભ્યો કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન પ્રતાપગઢીને મત આપશે.
भाजपा को हराने के लिए हमारी पार्टी @aimim_national ने महाराष्ट्र में राज्यसभा चुनाव में महा विकास अघाड़ी (एमवीए) को वोट देने का फैसला किया है। हालांकि हमारे राजनीतिक/वैचारिक मतभेद @ShivSena के साथ जारी रहेंगे जो @INCIndia और @Maha_speaks_ncp के साथ MVA में भागीदार है।
— Imtiaz Jaleel (@imtiaz_jaleel) June 10, 2022
મહારાષ્ટ્રના ઔરંગાબાદથી AIMIM સાંસદ ઈમ્તિયાઝ જલીલે વોટિંગ પહેલા ટ્વિટ કરીને પાર્ટીના નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે AIMIMના ધારાસભ્યો મહાવિકાસ અઘાડીના ઉમેદવારને મત આપશે. 288 બેઠકો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં AIMIM પાસે 2 ધારાસભ્યો છે. AIMIM સાંસદ ઈમ્તિયાઝ જલીલે કહ્યું કે, અમારી પાર્ટીએ ભાજપને હરાવવા માટે રાજ્યસભાની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીના ઉમેદવારને મત આપવાનો નિર્ણય કર્યો છે. "અમારી વિચારધારા શિવસેના કરતા અલગ રહેશે, જે MVAમાં કોંગ્રેસ અને NCP સાથે ગઠબંધનમાં છે, અસદુદ્દીન ઓવૈસીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે અમારા 2 ધારાસભ્યો કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન પ્રતાપગઢીને મત આપશે. જલીલે કહ્યું કે તેમની પાર્ટીએ ધુલે અને માલેગાંવ બંને સીટો પર સરકાર સામે વિકાસની શરતો મૂકી છે. AIMIM એ મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC) માં લઘુમતી સભ્યોની નિમણૂક કરવા અને મહારાષ્ટ્ર વક્ફ બોર્ડની આવક વધારવા માટે પગલાં લેવા સરકારને પણ વિનંતી કરી છે. પાર્ટી દ્વારા મુકવામાં આવેલી બીજી શરત મુસ્લિમો માટે અનામત અંગેની છે. મહારાષ્ટ્રમાં 6 બેઠકો પર ચૂંટણી મહારાષ્ટ્રમાં 6 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. અહીં 6 બેઠકમાં અપક્ષોની ભૂમિકા મહત્વની માનવામાં આવે છે. મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી ગઠબંધને ચાર ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે ભાજપે 3 ઉમેદવારો ઉભા રાખ્યા છે. મહારાષ્ટ્રમાં રાજ્યસભાની સીટ જીતવા માટે 42 ધારાસભ્યોની જરૂર છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો છે. મહાવિકાસ અઘાડીને 168 ધારાસભ્યોનું સમર્થન છે. જેમાં શિવસેનાના 55, એનસીપીના 53, કોંગ્રેસના 44 અને અન્ય પક્ષોના 8 અને 8 અપક્ષનો સમાવેશ થાય છે. શિવસેનાને છઠ્ઠી સીટ જીતવા માટે 15 વોટની જરૂર છે મહાવિકાસ અઘાડી ગઠબંધનની વાત કરીએ તો તે હરીફાઈમાં પણ ટક્કર આપી રહી છે. વિધાનસભામાં શિવસેનાના 55, એનસીપીના 54 અને કોંગ્રેસના 44 ધારાસભ્યો છે. ગઠબંધનના ત્રણેય પક્ષો સરળતાથી એક-એક બેઠક જીતી રહ્યા છે. ત્યાર બાદ શિવસેનાને 13, એનસીપીને 12 અને કોંગ્રેસને 2 વોટ બાકી છે. કુલ 27 વોટ ગઠબંધન સાથે છે. જ્યારે તેને વધુ 15 વોટની જરૂર પડશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)