શોધખોળ કરો
Advertisement
અયોધ્યા વિવાદ પર SCના ચુકાદા વિરુદ્ધ રિવ્યૂ પિટિશન કરશે AIMPLB
મુસ્લીમ પક્ષે કહ્યું, કોર્ટે પાંચ એકર જમીન આપવાની વાત કરી છે. મસ્જિદ જ્યાં બની જાય છે ત્યાં મસ્જિદ જ રહે છે. અમે મસ્જિદના બદલામાં જમીન કે પૈસા લઈ શકીએ નહીં. અમને બીજી જમીન મંજૂર નથી.
લખનઉ: અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા વિરુદ્ધ મુસ્લીમ પક્ષે રિવ્યૂ પિટિશન દાખલ કરવાનો નિર્યણ લીધો છે. ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ(AIMPLB)ની રવિવારે લખનઉ સ્થિત મુમતાઝ કૉલેજમાં મળેલી બેઠકમાં આ મામલે ચર્ચા કરવામાં આવી હતી. બોર્ડની બેઠક બાદ જફરયાબ જિલાની, મૌલાના મહફૂજ, શકીલ, અહમદ, ઇરશાદ અહમદ અને એમાર શમશાદે પ્રેસ કૉન્ફ્રેન્સ કરીને કહ્યું કે બોર્ડ ચુકાદાને પડકારશે.
કાસિમ રસૂલીએ કહ્યું કે, મસ્જિદ માટે બીજી જમીન મંજૂર નથી. બોર્ડે કહ્યું કે કોર્ટ અને એસએસઆઈ રિપોર્ટે પણ કહ્યું છે કે કોઈ મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી નથી. ગુંબજ નીચે જન્મસ્થળના કોઈ પુરાવા મળ્યા નથી. કૉર્ટનો આ નિર્ણય અનેક રીતે સમજણથી ઉપર છે.
કોર્ટે પાંચ એકર જમીન આપવાની વાત કરી છે. મસ્જિદ જ્યાં બની જાય છે ત્યાં મસ્જિદ જ રહે છે. અમે મસ્જિદના બદલામાં જમીન કે પૈસા લઈ શકીએ નહીં. અમને બીજી જમીન મંજૂર નથી.
અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે આપેલા નિર્ણય વિરુદ્ધ પુનર્વિચાર અરજી કરવા અને મસ્જિદના બદલે જમીન લેવી કે ન લેવી તેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા માટે એઆઈએમપીએલબીની બેકઠ બોલાવી હતી.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું હતું કે અયોધ્યા વિવાદિત જમીન હિંદુ પક્ષને સોંપવામાં આવે અને અયોધ્યામાં જ મસ્જિદ માટે પાંચ એકર વૈકલ્પિક જમીન આપવા આવે.
સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ગુમ થયા હોવાના લાગ્યા પોસ્ટર, જાણો શું છે સમગ્ર મામલો
સંજય રાઉતે આપ્યું મોટું નિવેદન, કહ્યું- ઉદ્ધવ ઠાકરે કરશે આગામી સરકારનું નેતૃત્વ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement