શોધખોળ કરો
Advertisement
સંજય રાઉતે આપ્યું મોટું નિવેદન, કહ્યું- ઉદ્ધવ ઠાકરે કરશે આગામી સરકારનું નેતૃત્વ
શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું કે, આગામી સરકારનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે કરશે. તેમણે એમ પણ કહ્યું કે, મહારાષ્ટ્રનો આગામી મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈ શિવસેના-કોંગ્રેસ-એનસીપીમાં વાતચીલ શરૂ છે અને આ માટે કોમન મિનિમમ પ્રોગ્રામ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ દરમિયાન શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું કે, આગામી સરકારનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે કરશે. તેમણે એમ પણ કહ્યું કે, મહારાષ્ટ્રનો આગામી મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે.
આ પહેલા એનસીપી અધ્યક્ષ શરદ પવારે શુક્રવારે કહ્યું હતું કે, ત્રણેય પક્ષોની સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે અને વિકાસલક્ષી શાસન આપશે. ગઠબંધનનું નેતૃત્વ શિવસેના કરશે. પવારના સહયોહી અને એનસીપીના મુખ્ય પ્રવક્તા નવાબ મલિકે કહ્યું હતું કે, મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે. મુખ્યમંત્રી પદના મુદ્દે જ તેમણે એનડીએ સાથે છેડો ફાડ્યો છે. તેમની ભાવનાઓનું સન્માન કરવું અમારી જવાબદારી છે.Sanjay Raut, Shiv Sena: Undoubtedly, the government that we are going to form in Maharashtra will be under the leadership of a Chief Minister of Shiv Sena. pic.twitter.com/RU8Rrw68vi
— ANI (@ANI) November 16, 2019
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપી પ્રમુખ શરદ પવાર મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈ રવિવારે દિલ્હીમાં મુલાકાત કરી શકે છે. કોંગ્રેસ અને એનસીપી પહેલા જ સરકાર માટે શિવસેના સાથે એક કોમન મિનિમમ પ્રોગ્રામ પર ચર્ચા કરી ચુક્યા છે.Sanjay Raut, Shiv Sena: We have got to know that the seating arrangement of two Shiv Sena MPs has been changed in the Parliament. https://t.co/vOKQ8p1pT9 pic.twitter.com/KGPGS60y4R
— ANI (@ANI) November 16, 2019
મુખ્યમંત્રી પદને લઈ ભાજપ અને શિવસેના વચ્ચે ચાલતી ખેંચતાણ બાદ રાજ્યમાં 12 નવેમ્બરે રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાયું હતું. બીજેપી અને શિવસેના રાજ્યમાં 21 ઓક્ટોબરે થયેલી વિધાનસભા ચૂંટણી એક સાથે મળીને લડ્યા હતા અને બંને પાર્ટીઓ ક્રમશઃ 105 અને 56 સીટ જીત્યા હતા.Sanjay Raut, Shiv Sena: There is a lot of difference between the old NDA and today's NDA. Who is the convener of NDA today? Advani ji who was one of its founders has either left or is inactive. pic.twitter.com/C4skb2O8k5
— ANI (@ANI) November 16, 2019
સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા, ભક્તોની ભારે ભીડ; 10 મહિલાને પરત મોકલવામાં આવી
સાવરકુંડલા, જૂનાગઢમાં કમોસમી વરસાદ, ખેડૂતોની વધી મુશ્કેલી
Rcomના ડાયરેક્ટર પદેથી અનિલ અંબાણીએ આપ્યું રાજીનામું, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion